મુખ્યમંત્રીના આદેશનો ઉલાળીયો કરતા સ્થાનિક અધિકારીઓ..

તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામને ૨૦૧૭માં ગ્રામપંચાયત ને શૉચાલય ની ગ્રાન્ટ મળી હોય પણ ગ્રામજનો ને શૉચાલય નો લાભ માત્ર કાગળ પર જ આપ્યો હોય અને માનીનીય શ્રી મોદી સાહેબ નું ઘર ઘર શૉચાલય નું સૂત્ર ને ખોટું પડતા જવાબદારો સામે સ્થાનિક શાંતિભાઈ આણંદભાઈ કામળીયા વે મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં પોતાનું સોંગધનામું રજુકરી આંદોલન ની ચીમકી આપતા મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત અધિકારીઓ ને તા.૦૧/૦૭/૨૦૨૦ના તાપસ નો હુકમ કરેલ જેમાં જણાવ્યું કે કક્ષાએ ટીમ બનાવી રૂબરૂ અરજદાર/લાભાર્થીઓની સ્થળ પર તપાસ કરી પંચરોજકામ અને ફોટો ગ્રાફ્સ લઈ જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરી અહેવાલ કચેરી/અરજદાર ને મોકલી આપવા નું જણાવ્યું હતું
પણ આજદિનસુધી અધિકારીઓ ઢીલી નીતિ આપનાવી કોયકાર્યવાહી ના કરી હોય જેથી કરી અરજદાર શાંતિભાઈ ને શૉચાલય માં મોટું કૌભાંડ થયેલ હોય તેવી બુ મળતા તાલુકા વિકાસ અધિકારીશ્રી ને લેખિત રજુઆત કરતા જણાવ્યું બાકુલા ધણેજ ગામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ છે જેની વારંવાર રજુઆત કરવા સતા અને મુખ્યમંત્રી શ્રી ના આદેશ હોવા સતા આજદિન સુધી કોઈ કર્યાવહી કરવામાં આવી ન હોય જેથી કરી તત્કાલ તપાસ થાય માટે ૧૦ દિવસમાં આ બાબત માં અધિકારીઓ ની ઢીલીનીતિ રહેશે અને કાર્યવાહી નહિકરવા માં આવે તો તાલુકા પંચાયત સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશ….

મણીભાઈ ચાંદોરા