વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરનિ સાનિધ્યમાં આજથી સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનો પ્રારંભ થયો હોય, ત્યારે આજે રાત્રીના મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં વડસરના ડુંગરાળ વળાંક પાસે દિપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી લોકમેળાનો પ્રારંભ થયો હોય
ત્યારે, સાંજના 8:30 વાગ્યાની આસપાસ મેળાની મોજ માણી પરત ફરતા એક ડબલ સવારી બાઇક વડસર ડુંગરના વળાંક પાસે પહોંચતા અચાનક જ એક દિપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં બાઇક સવાર વત્સલ પુજારા (ઉ.વ. 21, રહે. વાંકાનેર) અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી, જેમાં બંને યુવાનોના માથા પર દિપડાએ પંજાથી ઇજાઓ પહોંચાડતા બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં મેળાનો સમયે હોવાથી રોડ પર વધારે ટ્રાફિક રહેવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક યુવાનની મદદથી દોડી આવી યુવાનોને દિપડાના વધુ હુમલાથી બચાવ્યો હતો, જે બાદ દિપડો પુન: જાળી-જાખરાંમાં અલોપ થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે.