રાજકોટના ગોવિંદબાગ શાક માર્કેટ પાસે ખૂની ખેલ ખેલી બેલડીનું ઢીમ ઢાળી દીધું
ઇ ડિવિઝન પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટમાં પોલીસની ઢીલી નીતિને પગલે ગુનેગારો બેફામ બન્યા હોય તેમ મોડી રાતે સામા કાંઠે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે પુત્રીની છેડતીની શંકાએ બે સગા ભાઈઓની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી બે શખ્સો નાસી છૂટયા છે ગોવીંદબાગ શાક માર્કેટ પાસે રહેતાં પરપ્રાંતીય પરીવાર વચ્ચે ગઈકાલે બપોરે ઝઘડો થયાં બાદ યુવક બાથરૂમમાં ગયો અને આરોપીએ નશાની હાલતમાં માથાકૂટ કરી સાગરીત સાથે મળી બંને ભાઈઓને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી નાખતા પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મૂળ જબલપુર ભોપાલના અને હાલ રાજકોટમાં આર્યનગરમાં દિપકભાઇના મકાનમા ભાડેથી રહેતાં અમીનાબેન અમીતભાઇ સોનવાની ઉ.29એ છોટુ ઉર્ફે સંજય શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા સામે બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતું કે, તેના પરિવારમા પતિ અમીતભાઈ ઉ.29 જે પેડક રોડ પર આવેલ ડી.એસ.એ. કંપનીમા ચાંદીની મજૂરી કામ કરતા હતા તેણીના લગ્નને 9 વર્ષે થયેલ છે સંતાનમાં એક દિકરો રાજ ઉ.3 અને દિકરી સ્વીટી 11 માસની છે તેના પતિ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા તેનાથી નાનો આકાશ ઉ.28ના હતા તેના પત્ની અનુબેન છે જે બે દિવસ પહેલા પોતાના પિયર જબલપુર રીસાઇને જતી રહેલ છે તેનાથી નાનો વીક્કી ઉ.26 હતો તેમજ સસરા રાજુભાઇ જેઓ હાલ નિવૃત જીવન ગુજારે છે બધા સંયુક્ત કુટુંબમા રહે છે વિજય ગુપ્તા ઘરની સામે તેના પરિવાર સાથે રહે છે તેમજ નીચેના માળે તેનો કુટુંબી છોટુ પરિવાર સાથે રહે છે તેમજ મકાન માલીક દિપકભાઈ ઊંધાડ પણ નીચેના માળે પરિવાર સાથે રહે છે.
ચારેયના મકાન વચ્ચે એક જ સંડાસ-બાથરૂમ નીચેના માળે છે ગત બપોરે દિયર આકાશ તેની પત્ની અનુ તેમને કાંઈ પણ કહ્યા વગર ઘરેથી પોતાના પીયર જવા નીકળી ગયેલ હોય જેથી દિયર બે દિવસથી ખુબ જ ગુસ્સામા હતા તે ગુસ્સામા ઘરે જોરજોરથી બૂમો પાડતા હતા તે વખતે સામે રહેતા વિજય ગુપ્તાએ ઝઘડો કરેલ કે, તમારા ઘરમાથી મોટે-મોટેથી અવાજ આવે છે? તેમ કહી ધમકાવવા લાગેલ હતો. તે વખતે તેણીના પરિવારે ઝઘડો કરવાનુ ટાળેલ અને કોઇ જવાબ નહિ આપતા ઝઘડો અટકી ગયો હતો ત્યારબાદ સાંજે ફરિયાદીના પતિ અમીત જૈન અને દિયર વિક્કી જૈન કામ કરી પરત ઘરે આવ્યા હતા અને રાત્રીના સાડા નવેક વાગ્યે તેના પતિ અમીત લઘુશંકા કરવા નીચેના માળે ગયા હતાં તે સમયે નીચેના માળે રહેતા છોટુ ઉર્ફે સંજય શંકરભાઈ ગુપ્તા પણ લઘુશંકા કરવા માટે આવતા બપોરના થયેલ ઝઘડાનો ખાર રાખી જોરજોરથી બૂમો પાડવા લાગેલ અને કહેવા લાગેલ કે, કોણ હરામી અંદર ગયેલ છે? તેમ કહી ગાળો બોલી અને જોરજોરથી ડોલ અને અન્ય વસ્તુઓ પછાડવા લાગ્યો હતો પતિ સામાવાળાને કહેતા હતા કે, તમે અમારી સાથે ઝઘડો કરશો નહી, ત્યારે છોટુ અચાનક જ ઉશ્કેરાઇ ગયો હતો અને તેમના પતિને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો જેથી તેના પતિ જોરજોરથી બૂમો પાડવા લાગતા ઘરની સામેના ભાગે રહેતા આરોપી છોટુ ઉર્ફે સંજયનો બનેવી વિજય દોડીને ઉપરથી નીચે આવેલ અને બંને સાથે મળી તેણીના પતિ સાથે મારપીટ કરવા લાગ્યા હતાં દરમિયાન તેણીના પતિની બૂમો સાંભળી નાના દિયર વિક્કી અને આકાશ, સસરા અને મકાન માલિક પણ નીચે તેણીના પતિને બચાવવા માટે દોડી ગયેલ હતાં પરંતુ મારપીટમાં છોટુ ઉર્ફે સંજયએ ક્યાકથી છરી કાઢી પતિ અમીત અને દીયર વિક્કીને પેટ તથા પગના ભાગે આડેધડ ઘા ઝીંકી દેતા પતિ અને દિયર લોહીલોહાણ હાલતમાં નીચે ફસડાઈ પડ્યા હતાં. તે સમયે આસપાસના લોકો એકત્ર થતા બંને આરોપી ત્યાથી ભાગી ગયા હતાં બાદમાં તેણીના પતિ અને દિયરને 108 મારફતે સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતાં જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા ગત બપોરે દિયર મોટે મોટથી તેની પત્ની સાથે વાત કરતો હોય જેથી વિજય ગુપ્તાએ ધસી આવી તું મારી ચાર વર્ષની પુત્રીની છેડતી કરે છે કહી ઝઘડો કર્યા બાદ તેનો ખાર રાખી હુમલો કર્યાની શંકાએ બી. ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની ટીમોએ ડબલ મર્ડર કરી નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ આદરી હતી.