અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસે જ નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં 214ના મુકાબલે 218 મતોથી બિલ પાસ થયું : લાખો પરિવારોને “ડેથ ટેક્સ” આઝાદી મળી: ટ્રમ્પનો દાવો: બીજા કાર્યકાળની સૌથી મોટી ઉપલબ્ધી હોવાનું તારણ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક મોટી રાજકીય જીત મેળવી. ટ્રમ્પનું બહુચર્ચિત કર અને ખર્ચ બિલ, બિગ બ્યુટીફુલ બિલ, યુએસ કોંગ્રેસ (સંસદ) માં ખૂબ જ ઓછા મતોથી પસાર થયું હતું અને હવે તે સહી માટે તૈયાર છે. આ બિલ નીચલા ગળહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 218 વિરુદ્ધ 214 મતોથી પસાર થયું. આ બિલનો વિરોધ કરવા માટે, બે રિપબ્લિકન સભ્યો, જેઓ પહેલાથી જ તેનો વિરોધ કરી રહ્યા હતા, તેઓ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા. આ જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકનોએ હમણાં જ વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ પસાર કર્યો છે. અમારી પાર્ટી પહેલા કરતાં વધુ એકજૂટ છે. હવે ટ્રમ્પે અમેરિકાના સ્વતંત્રતા દિવસ નિમિત્તે 4 જુલાઈએ બિલ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. યુએસ સેનેટ પહેલાથી જ આ બિલ પસાર કરી ચૂકી છે.
સેનેટ અને હાઉસ ઓફ રિ-ેઝન્ટેટિવ્સ દ્વારા પસાર થયા બાદ, આ બિલ હવે રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલવામાં આવ્યું છે. તે જ સમયે, બિલ પર મતદાન દરમિયાન, બે રિપબ્લિકન સાંસદોએ પાર્ટી લાઇનથી ભટકાઈને ડેમોક્રેટિક પક્ષની તરફેણમાં મતદાન કર્યું. તે જ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પે બંને ગળહોમાં આ બિલ પસાર થવા પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે મેં લાખો પરિવારોને ડેથ ટેક્સમાંથી મુક્ત કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ બિલથી સારી ભેટ બીજી કોઈ હોઈ શકે નહીં.
બિલ પસાર થયા પછી, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મોટા કરવેરા છૂટ અને ખર્ચમાં ઘટાડો બિલ પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. શુક્રવાર. 4 જુલાઈના રોજ હસ્તાક્ષર સમારોહ એવા સમયે થશે જ્યારે વ્હાઇટ હાઉસ ખાતે રજા નિમિત્તે પિકનિકનું આયોજન કરવામાં આવશે.
- Advertisement -
800 થી વધુ પાનાના આ બિલને પસાર કરાવવા માટે ટ્રમ્પને ખૂબ મહેનત કરવી પડી. બિલમાં ઞ્બ્ભ્ નેતાઓને રાતોરાત કામ કરવાની જરૂર હતી અને ટ્રમ્પે પૂરતા મત મેળવવા માટે વ્યક્તિગત રીતે હોલ્ડઆઉટ્સ પર દબાણ પણ કર્યું હતું.
આ બિલમાં કરવેરા કાપ, લશ્કરી બજેટ, સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદન માટે ખર્ચમાં વધારો, તેમજ આરોગ્ય અને પોષણ કાર્યક્રમોમાં કાપ જેવી મુખ્ય જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ બિલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મોટા પાયે દેશનિકાલ કરવા માટેના ખર્ચમાં વધારો કરવા સાથે પણ સંબંધિત છે. જ્યારે અન્ય વિપક્ષી પક્ષો માને છે કે આ ખર્ચ દેશના આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોને અસર કરે તેવી શકયતા છે. આ કારણોસર, ઉદ્યોગપતિ એલોન મસ્ક સહિત એક મોટો વર્ગ આ બિલનો વિરોધ કરી રહ્યો છે અને તેની ટીકા કરી રહ્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રના મતે, આ બિલ 2017 ના ટેક્સ કટ અને જોબ્સ એક્ટને કાયમી ધોરણે લાગુ કરવા તેમજ તેમના ચૂંટણી વચનોને પૂર્ણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જોકે, બિલ પસાર થવાથી કોંગ્રેસમાં મતભેદો ઉભા થયા છે.
ટ્રમ્પે બંને ગળહોમાં આ બિલ પસાર થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, જેમ મેં વચન આપ્યું હતું, અમે ટેક્સ કાપને કાયમી બનાવી રહ્યા છીએ. હવે ટિપ્સ, ઓવરટાઇમ અને સામાજિક સુરક્ષા પર કોઈ કર રહેશે નહીં… આયોવા માટે સૌથી અગત્યનું, આ બિલ 2 લાખથી વધુ કૌટુંબિક ખેતરોને કહેવાતા એસ્ટેટ ટેક્સ અથવા મળત્યુ કરમાંથી મુક્ત કરે છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકાના સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક મોટા સુંદર બિલ કરતાં વધુ સારી ભેટ બીજી કોઈ ન હોઈ શકે. આ બિલ સાથે, 2024 માં આયોવાના લોકોને આપેલા દરેક મોટા વચનો પૂરા થયા છે.