ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાનો નિર્ણય ટ્રમ્પે બે અઠવાડિયા માટે ટાળ્યો
‘કાગડાં (અમેરિકા)ને રમત થાય અને દેડકાં (ઈઝરાયલ)નો જીવ જાય’ જેવી સ્થિતિ: ઈઝરાયલને અત્યંત જરૂર છે ત્યારે ટ્રમ્પે રૉન કાઢી!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, અમેરિકાની ભૂમિકા વિશે એક મોટો સંકેત મળ્યો છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે જણાવ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં નિર્ણય લેશે કે અમેરિકાએ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ કે નહીં. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સંદેશ શેર કર્યો અને કહ્યું, “એવી શક્યતા છે કે નજીકના ભવિષ્યમાં ઈરાન સાથે વાતચીત થઈ પણ શકે અને ના પણ થાય. તેના આધારે પ્રમુખ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં નિર્ણય લેશે.”
લેવિટે વધુમાં કહ્યું કે ટ્રમ્પ હંમેશા કૂટનીતિક ઉકેલના પક્ષમાં છે. તે શાંતિના હિમાયતી છે. તેઓ ‘શક્તિ દ્વારા શાંતિ’ના સિદ્ધાંતમાં માને છે. જો કૂટનીતિની શક્યતા હશે, તો પ્રમુખ ટ્રમ્પ ચોક્કસપણે અપનાવશે.” જોકે, તેમણે એમ પણ કહ્યું, પરંતુ જો તાકાત બતાવવાની જરૂર હશે, તો તેનાથી પીછેહઠ નહીં કરે.
- Advertisement -
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વોલ સ્ટ્રીટ જર્નલમાં એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને સમર્થન આપ્યું છે, પરંતુ તેમણે હજુ સુધી અંતિમ આદેશ આપ્યો નથી. તેઓ જોવા માંગે છે કે ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ કરે છે કે નહીં.