અમેરિકાએ કહ્યું- ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની નજીક, ફક્ત ખોમેનીના આદેશની રાહ જોવે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
શુક્રવારે સવારે ઈરાને ઇઝરાયલના શહેર બીર્શેબા પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, મિસાઈલ માઈક્રોસોફ્ટ ઓફિસ પાસે પડી હતી. જેના કારણે ઘણી કારમાં આગ લાગી હતી. નજીકના ઘરોને પણ નુકસાન થયું હતું. આમાં 6 લોકો ઘાયલ થયા છે.
- Advertisement -
આ સતત બીજો દિવસ છે જ્યારે બીર્શેબા શહેર પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે પણ ઈરાને બીર્શેબાની એક હોસ્પિટલ પર મિસાઈલ છોડી હતી, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકા માને છે કે ઈરાન પાસે હવે પરમાણુ શસ્ત્રો બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ગુરુવારે કહ્યું કે, જો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેની આદેશ આપે તો ઈરાન થોડા અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
લેવિટે કહ્યું કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી બધું છે. હવે તેમને ફક્ત તેમના નેતાના હા પાડવાની રાહ જોવાની છે. તેમણે એમ પણ કહ્યું કે જો ઈરાન આવું કરશે, તો તે ફક્ત ઇઝરાયલ જ નહીં, પરંતુ અમેરિકા અને સમગ્ર વિશ્ર્વની સુરક્ષા માટે ખતરો બનશે. 7 દિવસના યુદ્ધમાં અત્યાર સુધીમાં 24 ઇઝરાયલી લોકો માર્યા ગયા છે, જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, વોશિંગ્ટન સ્થિત હ્યુમન રાઈટ્સ જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુઆંક હવે 639 પર પહોંચી ગયો છે અને 1329 લોકો ઘાયલ થયા છે.
- Advertisement -
ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું- ઇઝરાયલી હુમલા
બંધ થશે ત્યારે જ વાત કરીશું
જીનીવામાં યુરોપિયન વિદેશ મંત્રીઓ સાથે પરમાણુ મુદ્દા પર વાતચીત પહેલા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ કહ્યું છે કે જ્યાં સુધી ઇઝરાયલી હુમલા ચાલુ રહેશે ત્યાં સુધી ઈરાન કોઈની સાથે વાત કરવા તૈયાર નથી. ફ્રાન્સ, જર્મની અને બ્રિટનના વિદેશ મંત્રીઓ સાથે બેઠક માટે અરાકચી સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા પહોંચ્યા છે. તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમારા રિપોર્ટનો ઇઝરાયલના હુમલા સાથે કોઈ સંબંધ નથી: IAEA
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (ઈંઅઊઅ)ના વડા રાફેલ ગ્રોસીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના સંગઠનના તાજેતરના અહેવાલ અને ઇરાનની પરમાણુ પ્રવૃત્તિઓ પરની ટિપ્પણીઓનો ઇઝરાયલના હુમલા સાથે કોઈ સંબંધ નથી. તેમણે ઈગગને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમનો રિપોર્ટ કોઈપણ લશ્કરી કાર્યવાહીનો આધાર બની શકે નહીં, કારણ કે કોઈપણ હુમલો રાજકીય નિર્ણય છે અને ઈંઅઊઅ જેવી એજન્સીના મંતવ્યો પર આધારિત નથી.
ઈરાને અગાઉ આરોપ લગાવ્યો હતો કે ઈંઅઊઅના રિપોર્ટ અને તેની ટિપ્પણીઓએ ઇઝરાયલ પર હુમલો કરવા માટે ‘જમીન તૈયાર કરી’ હતી, પરંતુ ગ્રોસીએ તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે રિપોર્ટમાં કહેવામાં આવેલી વાતો નવી નથી. ઈંઅઊઅ પહેલાથી જ ચેતવણી આપી રહ્યું છે કે ઈરાન તેની પરમાણુ પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી શેર કરી રહ્યું નથી.
જ્યારે પૂછવામાં આવ્યું કે ઈરાન કેટલા સમયમાં પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે, ત્યારે તેમણે કહ્યું કે ફક્ત યુરેનિયમ એકઠું કરવું એ એક વસ્તુ છે, જે ઈરાન હાલમાં નવ બોમ્બ માટે પૂરતું છે, પરંતુ તેને હથિયાર તરીકે તૈયાર કરવું એ એક અલગ અને જટિલ પ્રક્રિયા છે.
તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે ઈરાન વિશ્ર્વનો એકમાત્ર એવો દેશ છે જેની પાસે પરમાણુ શસ્ત્રો નથી છતાં તે હજુ પણ આટલા બધા યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યું છે, પરંતુ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સમયરેખા જેવું કંઈ કહેવું હાલમાં ફક્ત એક અંદાજ હશે, કોઈ ચોક્કસ માહિતી નહીં.