ડાયરેક્ટર મણીરત્નમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ PS -1 નું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
પોન્નીયિન સેલ્વનનું ટ્રેલર રીલીઝ
- Advertisement -
ડાયરેક્ટર મણીરત્નમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પોન્નીયિન સેલ્વનનું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. આ ફિલ્મની લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે ચેન્નાઈમાં એક ભવ્ય સમારોહ દરમિયાન ફિલ્મના ટ્રેલરને લોન્ચ કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયું છે.
Unveiling the most awaited Tamil Trailer of #PS1 in the voice of @ikamalhaasan Sir!
- Advertisement -
In theatres on 30th September in Tamil, Hindi, Telugu, Malayalam and Kannada! #PS1AudioLaunch #PS1Trailer #PonniyinSelvan #ManiRatnam @arrahman @madrastalkies_
— Lyca Productions (@LycaProductions) September 6, 2022
હિસ્ટોરીકલ થીમ પર બનેલ ડ્રામા ફિલ્મ
ઐતિહાસિક થીમ પર બનેલ ફિલ્મનાં ટ્રેલરમાં જબરદસ્ત ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીએસ-1 એક હિસ્ટોરીકલ થીમ પર બનેલ ડ્રામા ફિલ્મ છે, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમ સહીત સાઉથ સિનેમાનાં ઘણા જાણીતા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર હિંદી સહીત પાંચ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે.
30 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં થશે રીલીઝ
ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, વિક્રમ, પ્રકાશ રાજ, કાર્થી, શોભીતા અને ધુલીપાલા જેવા ઘણા દમદાર એક્ટર જોવા મળશે. પીએસ-1 તામિલમાં બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ ૧૯૯૫માં આવેલી કલ્કી કૃષ્ણમૂર્તિની નોવેલ પોન્નીયિન સેલ્વન પર આધારિત છે જે ૩૦ સપ્ટેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે. મોટા બજેટની આ ફિલ્મથી દર્શકોને ઘણી આશા છે.