આજે પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. આજના દિવસે વ્રત કરીને વિષ્ણુજીની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મહત્વનું છે કે ઘણી જગ્યા પર આજે અને ઘણી જગ્યા પર આવતી કાલે એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે.
સોમવાર 25 સપ્ટેમ્બર 2023એ પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. ભાદરવાના શુક્લ પક્ષની એકાદશી તિથિને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આજે પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે.
- Advertisement -
આજના દિવસે વ્રત કરીને વિષ્ણુજીની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મહત્વનું છે કે ઘણી જગ્યા પર આજે અને ઘણી જગ્યા પર આવતી કાલે એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે.
આજનો દિવસ છે ખાસ
કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ શયન શૈય્યા પર સુતી વખતે પડખુ ફરે છે. માટે તેને પરિવર્તિની એકાદશી કહે છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
ઘણી જગ્યાઓ પર આ દિવસે શ્રી વિષ્ણુને પાલખીમાં બિરાજમાન કરી શોભા યાત્રા કાઢવામાં આવે છે. પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના માટે ખાસ ઉપવાસ કરી તમે લાભ મેળવી શકો છો.
- Advertisement -
પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા
જો તમે પોતાના પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા માંગો છો તો એકાદશીના દિવસે તમે વિષ્ણુ પૂજાના સમયે એક માટીના વાસણ પર હળદરનું તિલક કરી તેમાં મગ ભરી લો અને એકાદશી પર તેને ત્યાં જ ભરેલો રાખીને મુકો. બીજા દિવસે તે મગથી ભરેલા વાસણને કોઈ બ્રાહ્મણને દાન કરી દો.