ખાસ-ખબર સંવાદદાતા
માનશીન બામણિયા શિક્ષણજીવ, લેખક,વક્તા, ચિત્રકાર, પર્યાવરણ પ્રેમી, સમાજ સેવા, સાહિત્ય રસિક જેવા વિવિધ કાર્યોમાં હંમેશા સતત પ્રવુત્તિશીલ રહે છે અને એમના લેખનમાં એક તરફ વિશાળ વાંચનનો પડછાયો પડે છે તો બીજી તરફ જીવનના અનુભવોનો પ્રકાશ પણ એમના લેખનમાં જોઈ શકાય છે. માછીમાર સમાજની વાસ્તવિક વ્યથા, પીડાને અનુભવેલી વાતને નાગેશ્વર પ્રોડક્શન લામધાર બેનર હેઠળ ખારા પાણી ની પ્રીત ગુજરાતી ફિલ્મ ગુજરાતના સિનેમા ઘરોમાં રજુ થઇ.
આ ફિલ્મને ખૂબ સારો આવકાર મળ્યો. આ ફિલ્મમાં કથા, સંવાદ અને દિગ્દર્શન માનશીન બામણીયાએ કર્યું છે. જેના ભાગ રૂપે આજ રોજ શ્રી સમસ્ત કોળી બાર સમાજની ભીડીયા- વેરાવળ મુકામે કોળી સમાજના અગ્રણીઓના વચ્ચે ફિલ્મ ક્ષેત્રે સમસ્ત કોળી જ્ઞાતિ બાર સમાજ વણાંકબારામાંથી પ્રથમ સફળ પહેલ માટે સન્માનિત કરવામાં આવ્યા. નવ સમાજના પ્રમુખશ્રી રમેશભાઈ દેવજી બારિયા દ્વારા માનશીન સાહેબની લેખન, સ્પષ્ટ વક્તા અને ગુજરાતી સિનેમા સુધીની પહેલને પોતાના ઉદ્દબોધનમાં બિરદાવી હતી. અને ભવિષ્યમાં આવી રીતે ફિલ્મો બનાવતા રહે અને કોળી સમાજનું ગૌરવમાં વધારો કરતા રહે તેવી શુભકામના પણ પાઠવી. અંતે માનશીન બામણીયાને પોતાના સમાજે ખૂબ સહયોગ મળ્યો અને સન્માન આપ્યું એ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો.
દીવના પ્રતિભાશાળી માનશીન બામણીયાનું કોળી સમાજ દ્વારા વેરાવળ મૂકામે સન્માન કરાયું
