માત્ર 20 દિવસમાં રોડ તૂટી જતાં ગ્રામજનોનો આક્રોશ, તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે ધારાસભ્યને જવાબદારીની યાદ અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
હળવદ તાલુકાના વેગડવાવ-ઇશનપુરને જોડતો સાત કિલોમીટર રોડ એક કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જે માત્ર 15 થી 20 દિવસમાં તૂટી જતા ભ્રષ્ટાચારની રાવ ઉઠી રહી છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે માત્ર વિકાસની વાતો કરતા ધારાસભ્ય પ્રકાશભાઈ ને શું આ ભ્રષ્ટાચાર નથી દેખાતો ? કે આમાં કોઈ રાસ દખાવતા નથી? તેઓ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો તો તાત્કાલિક ધોરણે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય જાગે અને આ રોડનું કામ જોવે તેવી ગ્રામજનોની માગણી ઉઠવા પામી હતી.
- Advertisement -
વેગડવાવ ઈશનપુર વચ્ચે જોડતો સાત કિલોમીટર રસ્તો બનાવ્યાને માત્ર થોડા દિવસોમાં તૂટી જતા ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે તાત્કાલિક ધોરણે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે રોડને કારણે ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વ તંત્ર જાગે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર કુંભકરણ નિંદ્રામાંથી જાગે તાત્કાલિક ધોરણે એજન્સી સામે કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માગણી ઉઠવા પામી છે