હજુ પણ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર સારી કમાણી સાથે ઘણા રેકોર્ડ તોડી રહી છે.

કોરોના કાળ પછી બૉલીવુડના સારા દિવસો ચાલતા હોય એવું નહતું લાગતું. ઘણી ફિલ્મો આવી અને ફ્લોપ થઈને જતી રહી હતી. છેલ્લા ઘણા સમયથી કોઈ ફિલ્મોએ બોક્સઓફિસ પર સારી કમાણી કરી નહતી. જણાવી દઈએ કે રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રથી લઈને સની દેઓલની ફિલ્મ ચૂપ સુધી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે. હજુ પણ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર સારી કમાણી સાથે ઘણા રેકોર્ડ તોડી રહી છે.

જો કે હાલ રિલીઝ થયેલ સની દેઓલની ફિલ્મ ચુપ પણ બ્રહ્માસ્ત્રને ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે. હાલ બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્ર, ચૂપ અને આર માધવનની ફિલ્મ ધોખા કમાણી કરવાનો પ્રયાસ કરી રહી છે. રવિવારના દિવસના આ ફિલ્મોની કમાણીના પ્રારંભિક આંકડા સામે આવ્યા છે. તો ચાલો જાણીએ કઈ ફિલ્મે વિકેન્ડમના દિવસોમાં કુલ કેટલી કમાણી કરી છે-

બ્રહ્માસ્ત્ર
અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવ’ રિલીઝ થયા પછીથી જ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. રિલીઝના બે અઠવાડિયા પછી ફિલ્મ હજુ પણ જોરદાર કમાણી કરી રહી છે. જોકે હવે ફિલ્મની કમાણી થોડી ધીમી પડી છે. ફિલ્મના 17માં દિવસે કમાણીની વાત કરીએ તો ત્રીજા રવિવારે ફિલ્મ બ્રહ્માસ્ત્રએ 6.30 કરોડનું કલેક્શન કર્યું હતું.

ચૂપ: રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ
બોલિવૂડના એક્શન હીરો સની દેઓલ અને સાઉથ એક્ટર દુલકર સલમાનની ફિલ્મ ચૂપ રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. બોક્સ ઓફિસ પર કમાણીની વાત કરીએ તો રિલીઝના બીજા દિવસથી ફિલ્મની કમાણી ઘટવા લાગી હતી અને ત્રીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં લગભગ 25 ટકાનો ઘટાડો થયો હતો. ફિલ્મે તેના પહેલા રવિવારે લગભગ 2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 7.13 કરોડ રૂપિયા થયું છે.

ધોકા રાઉન્ડ ધ કોર્નર
આર માધવનની ફિલ્મ ધોકા: રાઉન્ડ ધ કોર્નર પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહતી. રિલીઝના પહેલા દિવસે થોડી સારી કમાણી કરનાર આ ફિલ્મ હવે કરોડોના આંકડાની જગ્યાએ લાખોમાં કમાણી કરવા લાગી છે. ધોકા રાઉન્ડ ધ કોર્નર ફિલ્મ ત્રીજા દિવસે અને રિલીઝના પહેલા રવિવારે ફિલ્મે માત્ર 55 લાખનો બિઝનેસ કર્યો છે.