વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીયને ઈઝરાયેલી બારમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી
ખાસ-ખબર ન્યૂઝ ઈઝરાયલ, તા.18
- Advertisement -
ઈઝરાયલની એમ્બેસીએ ભારતીય યુટ્યુબરના વાયરલ થયેલા વીડિયોને નકલી ગણાવ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય યુટ્યુબર્સને ઈઝરાયેમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. ઈઝરાયલની એમ્બેસીએ ભારતીય લોકોને આ સમાચારની હકીકત તપાસવાની અપીલ કરી છે. વાસ્તવમાં, યુટ્યુબર શુભમ શર્માનો વીડિયો થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. ઘણા એકાઉન્ટ્સ વીડિયોને ચેક કર્યા વગર સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા હતા. ઈઝરાયલ એમ્બેસીએ કહ્યું છે કે શુભમ ઈઝરાયલમાં નાઈટ લાઈફ માણી રહ્યો હતો. તેણે આનો એક વીડિયો પણ અપલોડ કર્યો છે.
પરંતુ કેટલાક લોકોએ અધૂરી ક્લિપ્સ કાપીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી. અમે અમારા ભારતીય ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરીએ છીએ. ઇઝરાયલની એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે, “એવા સમયે જ્યારે સોશિયલ મીડિયા ફેક ન્યૂઝથી ભરેલું છે, અમે લોકોને તથ્યો તપાસવા વિનંતી કરીએ છીએ. શુભમ શર્મા અન્ય લોકોની જેમ ઇઝરાયલની નાઇટ લાઇફનો આનંદ માણી રહ્યો હતો. આ તેના વીડિયો પર પરથી પણ સ્પષ્ટ થાય છે. ઇઝરાયલમાં મોટાભાગના બાર રાત્રે રિઝર્વ્ડ હોય છે. આ કારણથી તેને સ્થાન ન મળ્યું. કેટલાક લોકો ઈઝરાયલ વિરોધી સ્ટોરી બનાવવા માટે વીડિયોની અધૂરી ક્લિપ્સ કાપીને શેર કરી રહ્યાં છે. વિવિધ સંસ્કૃતિના લોકો બારમાં બેસીને મજા માણી રહ્યા હતા. અમે ભારતીયો વિરુદ્ધ ફેલાવવામાં આવતી ખોટી વાતો સાંભળીશું નહીં.”