કડક નિયમોના કારણે રાઇડ્સ સંચાલકો અને સ્ટોલના ભાડામાં વધારાના કારણે વેપારીઓમાં રોષ
આકરા નિયમો સામે મેળાનો બહિષ્કાર કરવાની ચિમકી આપવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ લોકમેળાને લઈ મોટા સમાચાર આવ્યા છે,વહીવટી તંત્ર દ્રારા સોમવારે આખરી હરાજી કરવામાં આવશે. આઇસ્ક્રીમના વેપારીઓની ડિપોઝિટ પાછી ખેંચવા માંગ થઈ રહી છે.રાઈડ સંચાલકોની અત્યાર સુધીમાં ત્રણ જેટલી હરરાજીઓ થઈ છે.કડક નિયમોના કારણે રાઈડ ના સંચાલકોએ હરાજીમાં ભાગ ન લીધો.જો સમાધાન ન થાય તો રાઈડને લઈને વહીવટી તંત્ર દ્વારા વિકલ્પો પણ શોધવામાં આવ્યા છે.તો લોકમેળા સંદર્ભે વહીવટી તંત્ર સામે ઊભો થયો નવો પડકાર.
મેળામાં આઈસ્ક્રીમ સ્ટોલની હરાજી પણ અટકી છે. આઈસ્ક્રીમ સ્ટોલની હરાજીમાં કોઈએ ભાગ લીધો નથી. તેથી રાજકોટમાં લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર છે કે રાજકોટમાં મેળો યોજાશે કે નહિ. એકબાજુ લોકમેળામાં રાઇડને લઇ વિવાદ ચાલી રહ્યો છે. તેમાં રાજકોટમાં એકપણ ખાનગી મેળા યોજાશે નહિ. એકબાજુ લોકમેળા જઘઙને લઇ રાઇડ સંચાલકો હરાજીનો બહિષ્કાર કર્યો છે. રાઈડ વગરના મેળામાં આઈસ્ક્રીમ સ્ટોલની હરાજી પણ અટકી છે. જેમાં આઈસ્ક્રીમ સ્ટોલની હરાજીમાં પણ કોઈએ ભાગ લીધો નથી. સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બનવા જઇ રહ્યો છે. જેમાં રાજકોટના લોકમેળામાં સ્ટોલના ભાવમાં તોતિંગ વધારો કરાયો હતો. તેમાં સ્ટોલના ભાડામાં વધારો કરાયો છે.
લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી છે. જેમાં ગત વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરાયો છે. આઈસ્ક્રીમ અને ખાણીપીણીના સ્ટોલની ડિમાન્ડ છે. તેમજ કલેક્ટર તંત્ર દ્વારા જન્માષ્ટમીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્ટોલના ભાડામાં 2000થી 30000 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં સ્ટોલની સંખ્યા 215 રાખવામાં આવી છે. ગત વર્ષ કરતા 127 સ્ટોલનો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે .તેમજ આઈસ્ક્રીમ અને ખાણીપીણીના સ્ટોલની ડિમાન્ડ નીકળી છે. તેમજ સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળામાં નિયમોની આંટીઘૂંટીમાં રાઈડ ચાલકો ભરાયા છે. જેમાં લોકમેળામાં કલેકટર તંત્રના નિયમોથી સ્ટોલ ધારકો અને ચકરડી સંચાલકો ચકડોળની જેમ ફરી રહ્યાં છે. આકરા નિયમો સામે મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.