પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના ચોત્રા ગામે પ્લોટ વિસ્તારમાં ખેતરમાંથી યુવકની લાશ મળી હતી. મળતી માહિતી મુજબ ચોત્રા ગામે વાડી વિસ્તારમાં મોડીરાતે શેલેષ હકાભાઇ વાધેલા નામના 20 વર્ષીય યુવકની લાશ મળી હતી.
- Advertisement -
આ ધટનાની જાણ પોલીસને કરતા રાજુલા પીઆઇ આઇ.જે.ગીડા સહિત પોલીસ સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો હતો.
લાશને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. અને હોસ્પિટલ ખાતે પરીવારજનો દોડી આવ્યાં હતાં.
પરીવારજનોને યુવકના મોત અંગે ઉડાણપૂર્વક તપાસ કરવા માટેની માંગણી કરી હતી. પોલીસે ગંભીરતા દાખવી મૃતકની લાશને ફોરેન્સીક રીપોર્ટ માટે પીએમ અર્થે ભાવનગર ખસેડવામાં આવી હતી. અને પોલીસને યુવકે આપધાત કર્યાની આશંકા છે. તેમજ ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ મોતનુ ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.