ગૌતમ અદાણીએ હજારો નવી નોકરીઓ ઊભી કરવાનું વચન આપ્યું
દેશનાં 7 એરપોર્ટની કમાન અદાણી ગ્રુપનાં હાથમાં
અદાણી ગ્રુપ દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બની ગયા છે. હવે તેમની પાસે દેશનાં 7 એરપોર્ટની કમાન છે. અદાણીની પાસે મુંબઈ એરપોર્ટ ઉપરાંત 6 અન્ય મુખ્ય એરપોર્ટ પણ છે, જેમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, ગૌહાટી અને તિરુવનંતપુરમનાં એરપોર્ટ સામેલ છે. આ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણી ગ્રુપની પાસે જ છે. 2019માં બીડિંગમાં મળેલી જીત પછી ગ્રુપની પાસે આ એરપોર્ટને ઓપરેટ કરવાની જવાબદારી આગામી 50 વર્ષ સુધીની છે.
- Advertisement -
AAHL દેશની સૌથી મોટી કંપની
અદાણી ગ્રુપની સબસિડિયરી કંપની MIAL હવે દેશની સૌથી મોટી એરપોર્ટ કંપની બની ગઈ છે. મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી કંપની પાસે આવતાંની સાથે જ કુલ 7 એરપોર્ટનું મેનેજમેન્ટ સંભાળશે, સાથે જ આગામી મહિને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ પણ શરૂ કરશે, જે એરપોર્ટ 2024 સુધીમાં શરૂ થઈ જશે.
GVK ગ્રુપ પાસેથી લીધી મેનેજમેન્ટની ચાવી
અઅઇંક ગત વર્ષે જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(MIAL)માં વધુ બે સ્ટેક હોલ્ડર પાસેથી 23.5%ની ભાગીદારી ખરીદી હતી. આ બંને કંપની દક્ષિણ આફ્રિકાની Bidvest (13.5%) અને એરપોર્ટ કંપની ઓફ સાઉથ આફ્રિકા (10%) હતી. આ ડીલ 1,685 કરોડ રૂપિયાની હતી. આ ઉપરાંત MIALમાં 50.5% ભાગીદારીવાળા GVK ગ્રુપ સાથે અદાણી ગ્રુપે ગત વર્ષે ઓગસ્ટમાં જ ડીલ કરી હતી. આ ડીલ અંતર્ગત અદાણી ગ્રુપે GVKને લગભગ 2,500 કરોડ રૂપિયાનાં દેવાંને પણ પોતાના હાથમાં લેવાની સહમતી આપી હતી. હવે GVKનો સ્ટેક લીધા બાદ મુંબઈ એરપોર્ટનું સમગ્ર મેનેજમેન્ટ અદાણી ગ્રુપની પાસે આવી ગયું છે. કેન્દ્ર સરકાર અને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) ઓફ મહારાષ્ટ્રથી જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ મંગળવારે MIALને બોર્ડની બેઠકમાં આ નિર્ણય કરાયો છે.