કોણ બનશે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવા કુલપતિ, 7 ઉમેદવાર વચ્ચે કાંટે કી ટક્કર
જોકે, કુલપતિની રેસમાં ડૉ. કમલ ડોડીયા અને સંજીવ ઓઝાનું નામ મોખરે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કોણ બનશે ? તેનો નિર્ણય હવે એક માસ બાદ થવાનો છે ત્યારે આ માટેની સર્ચ કમિટી રચાઈ જતા હવે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દ્વારા જાહેરાત બહાર પાડી 17 જાન્યુઆરી 2022 સુધીમાં અરજી મંગાવાઈ છે. હાલ નવા ટઈની રેસમાં ડો. કમલ ડોડીયા અને સંજીવ ઓઝા ના નામ મોખરે છે. જોકે, એક ચર્ચા મુજબ સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવનાર વ્યકિત કુલપતિ બને તેવી પ્રબળ શકયતાઓ જોવાઇ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કુલપતિ અને ઉપકુલપતિની ટર્મ પૂર્ણ થતી હોવાના કારણે યુનિવર્સીટીના રજીસ્ટ્રાર દ્વારા સોમવારે કુલપતિની નિમણુક માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં પ્રોફેસર તરીકેનો 10 વર્ષનો અનુભવ અથવા 10 વર્ષ માટે પ્રતિષ્ઠિત સંશોધન અથવા શૈક્ષણિક સંસ્થામાં અનુભવ હોય તેઓ અરજી કરી શકશે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં મોટા ભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કુલપતિ પદ પર નિમણુંક માટે સંઘ ની ભલામણ માન્ય રાખવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ સંઘ સાથે જોડાયેલા અને સંઘના જ વ્યક્તિને મુકવામાં આવે તો વર્ષ 2018માં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ અને હાલ સિવિલ હોસ્પિટલમાં આઈ સ્પેશ્યાલીસ્ટ ડો.કમલ ડોડીયાને મૂકવામાં આવે તેવી સંભાવના પ્રબળ જોવામાં આવી રહી છે. ઉપરાંત જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના સંજીવ ઓઝા પણ આવી શકે જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એચ.આર.ડી. સી. ડાયરેક્ટર કલાધર આર્ય અહી નહિ તો અન્ય કોઈ જગ્યાએ કુલપતિ બનવા પ્રયાસો કરી રહ્યાની ચર્ચા ચાલી રહી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુધી ભલામણો થયાની ચર્ચાઓ એડીચોટીનું જોર લગાડવાનું શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે એક માસમાં નવા કુલપતિ આવશે તે નક્કી થઇ ગયું છે ત્યારે તેમાં 7 વ્યક્તિઓએ પોત-પોતાની ભલામણોના ચક્રો ગતિમાન કરી દીધા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ બનવા માટે ગુજરાત યુનિવર્સિટીના એચ.આર.ડી.સી.ના જગદીશ જોશી કે જેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મારફ્ત ભલામણો કર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. હાલ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ અમીબેન ઉપાધ્યાયે વિષ્ણુ પંડ્યા મારફ્ત, જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાઈ ગિરીશ વાઘાણી મારફ્ત, ગિરીશ ભિમાણીએ ધનસુખ ભંડેરી તો પ્રતાપસિંહ ચૌહાણે વસુબેન ત્રિવેદી મારફ્ત ભલામણો ગાંધીનગર પહોંચાડ્યાની ચર્ચા ચાલી છે. જયારે પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરીબેન દવેએ પૂર્વ મુખ્યમંત્રીના પત્ની અંજલિબેન રૂપાણીની તો હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિજય દેશાણીએ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને ભલામણ કર્યાની વાતો ચાલી રહી છે.
- Advertisement -
આ પણ વાંચો: જખૌનાં દરિયાકિનારેથી 400 કરોડનાં હેરોઈન સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ
https://khaskhabarrajkot.com/2021/12/20/six-pakistanis-a…off-jakhau-beach/



