ટેસ્લાનું બજાર મૂડીકરણ $1 ટ્રિલિયનથી નીચે આવી ગયું અને દિવસના અંતે $916 બિલિયન પર બંધ થયું, જે તેનું મૂલ્યમાં એક દિવસમાં સૌથી મોટું નુકસાન છે
- ગુરુવારે ટેસ્લાના શેર ૧૪% ઘટ્યા, બજાર મૂલ્યમાં 12.6 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો
- માર્કેટ કેપ $1 ટ્રિલિયનથી નીચે ગગડીને $916 બિલિયન પર બંધ થયું, જે એક દિવસનું સૌથી મોટું નુકસાન છે
- રાજકીય તણાવ અને નબળા વેચાણ અહેવાલો વચ્ચે ટેસ્લાના શેરમાં વર્ષ-દર-વર્ષ 30%નો ઘટાડો થયો છે
ઈલોન મસ્કને અમેરિકાના DOGE વિભાગના વડા તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ 4 જ મહિનામાં મસ્કે રાજીનામું આપી દીધું છે. તેમજ મસ્ક ‘વન બિગ બ્યુટીફૂલ બિલ’નો વિરોધ કરતા તેમની અને ટ્રમ્પવચ્ચે વિવાદ વધી રહ્યો છે. જેના કારણે ટેસ્લાના શેર્સ 14% થી વધુ ઘટીને બંધ થયા.
- Advertisement -
ટેસ્લાના શેર્સ 14% થી વધુ ઘટીને બંધ થયા
ટેસ્લાના શેરમાં આ ઘટાડો કંપની સંબંધિત કોઈ ચોક્કસ મુદ્દા અથવા ફંડામેન્ટલ્સને કારણે નહોતો, પરંતુ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના વિવાદને કારણે થયો હતો. ગુરુવારે ટેસ્લાના શેર $284.7 પર બંધ થયા. તેમજ ટેસ્લાના શેર $488.54 ના ઓલ ટાઈમ હાઇથી 41% તૂટ્યા છે.
ટેસ્લાના માર્કેટ કેપમાં 152 અબજ ડોલરનો ઘટાડો
- Advertisement -
ગુરુવારે ટેસ્લાના શેરમાં થયેલા ઘટાડાના કારણે માર્કેટ કેપમાં 152 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. એવામાં કંપનીનું માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરથી ઘટીને 916 અબજ ડોલર થયું. આ સાથે જ ટેસ્લાના માર્કેટ કેપમાં એક દિવસમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. જેના કારણે મસ્કની સંપત્તિમાં 34 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
મસ્ક અને ટ્રમ્પ વચ્ચે શું છે વિવાદ?
ટ્રમ્પ વહીવટીતંત્રના ટેક્સ-કટ અને ખર્ચના કાયદા વન બિગ બ્યૂટિફૂલ બિલ અંગે મસ્કની ટીકા બાદ આ વિવાદ શરુ થયો હતો. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક સાથેના સરકારી કરારો રદ કરવાની ધમકી આપતા કહ્યું હતું કે, ‘આપણા બજેટમાં અબજો ડોલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો ઈલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવાનો છે.’ મસ્કની કંપનીઓમાં સરકારી કોન્ટ્રાક્ટર સ્પેસએક્સ અને તેની સેટેલાઇટ યુનિટ સ્ટારલિંકનો સમાવેશ થાય છે.
ટ્રમ્પના આ નિવેદનથી રોકાણકારોને ડર છે કે જો ટેસ્લાને આપવામાં આવતી સબસિડી પણ જો બંધ કરી દેવામ આવે તો કંપનીની આર્થિક સ્થિતિને અસર પડી શકે છે. જેના કારણે માર્કેટમાં પેનિક સેલિંગ દેખાઈ રહ્યું છે.