જયસ્વાલ સિવાય કોઈ બેટર્સ ચાલ્યા નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે કિવીઝે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ 12 વર્ષ બાદ હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સિરીઝ હારી છે. ટીમની છેલ્લી હાર 2012માં ઇંગ્લેન્ડ સામે થઈ હતી. આ સિરીઝ હાર સાથે જ ભારતીય હોમગ્રાઉન્ડના વર્ચસ્વનો 4331 દિવસ પછી અંત આવ્યો છે.
- Advertisement -
શનિવારે મેચના ત્રીજા દિવસે 359 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 245 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં કિવીઝે 259 રન બનાવ્યા હતા અને ભારતે 156 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે 206 રનના સ્કોર પર 8મી વિકેટ ગુમાવી છે. રવિચંદ્રન અશ્વિન 18 રન બનાવીને આઉટ થયો હતો. તે મિચેલ સેન્ટનરની બોલિંગમાં આઉટ થયો હતો. સેન્ટનરે આ ઇનિંગમાં 6 વિકેટ લીધી છે. તેણે સરફરાઝ ખાન (9 રન), વિરાટ કોહલી (17 રન), યશસ્વી જયસ્વાલ (77 રન), શુભમન ગિલ (23 રન) અને કેપ્ટન રોહિત શર્મા (8 રન)ને પણ પેવેલિયનમાં મોકલ્યા હતા.ભારતીય ટીમે 200 રનનો આંકડો પૂરો કરી લીધો છે. 48મી ઓવરમાં સેન્ટનરના બોલ પર આવેલા 4 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ 200 રનનો આંકડો પાર કર્યો હતો.
ત્રીજા દિવસનું બીજું સેશન કિવિઝના નામે રહ્યું હતું. આ સેશનમાં ભારતીય ટીમે 97 રન બનાવીને 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટી બ્રેક સુધી ન્યુઝીલેન્ડનો સ્કોર 178/7 હતો.
મિશેલ સેન્ટનરે 6 બેટર્સને આઉટ કર્યા હતા. પંત રન આઉટ થયો હતો. ભારતીય ટીમે 37મી ઓવરમાં 167ના સ્કોર પર 7મી વિકેટ પણ ગુમાવી દીધી છે. અહીં વોશિંગ્ટન સુંદર 21 રન બનાવીને આઉટ થયો હતો. તે વિલ યંગના હાથે ગ્લેન ફિલિપ્સની બોલિંગમાં કેચ આઉટ થયો હતો.ભારતીય ટીમે 36મી ઓવરમાં છઠ્ઠી વિકેટ પણ ગુમાવી દીધી છે. સરફરાઝ ખાન (9 રન) મિચેલ સેન્ટનરના હાથે બોલ્ડ થયો હતો. તેને પાંચમી વિકેટ મળી છે. તેણે રોહિત, ગિલ, જયસ્વાલ અને કોહલીને પણ આઉટ કર્યા હતા. ભારતીય ટીમે 150 રનનો આંકડો પાર કરી લીધો છે. સુંદરે 32મી ઓવર ફેંકી રહેલા મિચેલ સેન્ટનરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને 150થી આગળ લઈ ગયો હતો.