લીલીસાજડીયાળી ગામના મહેશભાઈ રાઠોડે તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી બિલો પાસ ન કરવા કરી રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ તાલુકા વિકાસ અધિકારીને લીલીસાજડીયાળી ગામના એક રહીશે અરજી કરી છે કે, સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. મહેશભાઈ રાઠોડ નામના વ્યક્તિએ ટીડીઓને આવેદન આપી રજૂઆત કરી હતી કે, કોન્ટ્રાક્ટરોના બીલ તપાસ કર્યા વિના પાસ કરવા નહીં.
- Advertisement -
લીલીસાજડીયાળી ગામમાં રહેતા મહેશભાઈ રાઠોડે અરજીમાં જણાવ્યું છે કે, રાજકોટ તાલુકાના ગોલીડા, બારવણ, ઢાંઢીયા, હોડથલી, ફાળદંગ સહિતના ગામોમાં વિકાસના કામોની તપાસ કર્યા વગર બિલ પાસ ન કરવા જણાવ્યું છે. દરેક ગામમાં સ્થળ નિરીક્ષણ કરવું તેના વિકાસ કામો માટે અપાયેલી ગ્રાન્ટની તપાસ કરવી. ઉપરાંત મેટલ રોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. જેમાં એસ્ટીમેટ પ્રમાણે કામ થયું નથી. આ સિવાય આ ગ્રાન્ટ અનુસૂચિત જાતિના રહેણાંક વિસ્તારમાં જ વપરાવી જોઈએ. જે વપરાતી નથી. જેની ફરિયાદ કેબિનેટ મંત્રીને પણ કરેલી છે. રાજકોટ તાલુકાના ગોલીડા, બારવણ, ઢાંઢીયા, હોડથલી, ફાળદંગ સહિતના ગામોમાં સીસી રોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં એસ્ટીમેટ મુજબ કામ કરવામાં આવતું નથી. અને કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવીને સીસી રોડ નાખે છે. જેના બિલ પણ તાલુકાના અધિકારી અને સ્ટાફ પાસ કરી દે છે.જ્યારે મેટલ રોડની કામગીરી પણ નહીંવત જેવી છે. જેમાં ભ્રષ્ટાચાર થયાની શંકા ઉપજી રહી છે.