શુક્રવારે શેરબજારમાં ધમાકેદાર શરૂઆત થઈ છે. ખૂલતાની સાથે જ શેરબજારના તમામ ઈન્ડેક્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે.
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં ધમાકેદાર શરૂઆત થઈ છે. અમેરિકન માર્કેટમાં મોટી ખરીદી, યુરોપિયન અને એશિયન માર્કેટમાં તેજીના પગલે ભારતીય શેરબજાર પણ ખૂલતાની સાથે ઘણું તેજીમાં દેખાયું છે.
- Advertisement -
શેરબજારના તમામ ઈન્ડેક્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 353.94 પોઈન્ટ ઉછળીને 57,988.78 પોઈન્ટ પર પહોંચ્યો છે. આ સાથે જ નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી છે. નિફ્ટી 110.10 પોઈન્ટના વધારા સાથે 17,095.70 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
સતત ઘટાડા પર ગઈકાલથી લાગ્યો બ્રેક
આ પહેલા ગુરુવારે સતત પાંચમા દિવસે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો જેના પર બ્રેક લાગ્યો છે. ગુરુવારે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંનેએ બિઝનેસની શરૂઆત નબળી કરી હતી પરંતુ પાછળથી તેજી જોવા મળી હતી. કારોબારના અંત પછી સેન્સેક્સ લગભગ 80 પોઈન્ટથી મજબૂત હતો, જ્યારે નિફ્ટી પણ મામૂલી વધારા સાથે બંધ થયો હતો.