ખાસ-ખબર સંવાદદાતા
2010 વર્લ્ડકપ ચેમ્પિયન સ્પેનની ટીમે વર્તમાન વર્લ્ડકપની શાનદાર શરૂઆત કરતા પ્રથમ મેચમાં કોસ્ટા રિકાને 7-0થી કચડ્યું હતું. મેચમાં શરૂઆતથી જ સ્પેનનો દબદબો રહ્યો હતો. સ્પેનના સાત ગોલ સામે કોસ્ટા રિકાની ટીમ એક ગોલ પણ કરી શકી નહોતી.

ફેરન ટોરેસના બે ગોલને કારણે સ્પેને ઋઈંઋઅ વર્લ્ડ કપ 2022 ના ગ્રુપ ઊની તેમની પ્રથમ મેચમાં એકતરફી મેચમાં કોસ્ટા રિકાને 7-0થી હરાવીને જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી. કોસ્ટા રિકાની ટીમ આખી મેચ દરમિયાન 2010ની ચેમ્પિયન સ્પેનને કોઈ સ્પર્ધા આપી શકી ન હતી. કોસ્ટા રિકાના ખેલાડી વિરોધી ટીમના ગોલ તરફ એક પણ શોટ ફટકારી શક્યા ન હતા, જ્યારે સ્પેનિશ ટીમે ગોલ પર 17 શોટ લીધા હતા.

જેમાંથી સાત ગોલમાં પરિવર્તિત થયા હતા.

ટોરેસના બે, ઓલ્મો, એસેન્સિયો, ગાવી, સોલર, મોરાટાના એક-એક ગોલ

ક્રોએશિયા અને મોરક્કોની મેચ 0-0 થી ડ્રો, ત્રીજો મુકાબલો ગોલવિહોણો

ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ 2022ના ગ્રૂપ-એફમાં મોરક્કો અને ક્રોએશિયા વચ્ચે રમાયેલો મુકાબલો કોઈ પણ ગોલ વિના 0-0થી નિરસ રીતે ડ્રો રહ્યો હતો. ઇન્જરી ટાઇમમાં પણ બંને ટીમો ગોલ કરવાના તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ કોઈને પણ સફળતા મળી નહોતી. વર્લ્ડ કપમાં આ ત્રીજો મુકાબલો ગોલવિહોણો રહ્યો છે. આ પહેલાં પોલેન્ડ અને મેક્સિકોની મેચમાં ગોલ નોંધાયો નહોતો. ત્યારબાદ ડેનમાર્ક અને ટયૂનેશિયાની મેચ પણ 0-0થી ડ્રો રહી હતી. 2018ના વર્લ્ડ કપની રનર્સ-અપ ક્રોએશિયાને મેચમાં વિજય માટે ફેવરિટ માનવામાં આવતી હતી.

ડ્રોના કારણે બંને ટીમને એક-એક પોઇન્ટથી સંતોષ માનવો પડયો હતો.