ટ્રાન્સપોર્ટ કંપનીનો નંબર ગુગલ પરથી સર્ચ કરતા રકમ ગુમાવી હતી.
ખાસ ખબરસંવાદદાતા
વિસાવદરની કોન્ટ્રાકટર પેઢીને પોતાનો ઇલેકટ્રીક કેબલ સામાન કચ્છમાંથી અન્ય રાજયમાં મોકલવા માટે ટ્રાન્સપોર્ટ કંપનીનો સંપર્ક નંબર ગુગલ પરથી સર્ચ કરીને વાત કરી હતી. સામાન માટે ગાડી આવી જશે. પરંતુ અડધુ પેમેન્ટ એડવાન્સ મોકલવું પડશે તેમ કહેતા કોન્ટ્રાકટરે મોબાઇલ નંબર ઉપર 35 હજાર રૂપિયા મોકલ્યા હતાં. બાદ ગાડી આવી ન હતી. પોતાની સાથે ફ્રોડ થયાનું જાણતા જૂનાગઢ એસઓજી સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. બાદ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ, પીએસઆઇ એમ.જે.કોડિયાતર સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. અને રકમ રિફન્ડ થાય તે માટે એજન્સીઓનાં સંપર્કમાં રહીને 25 હજાર રૂપિયા કોન્ટ્રાકટરનાં ખાતામાં ટ્રાન્સફર થયા હતાં.