રાજકોટ શહેરના બે, ગ્રામ્યનો એક, સુરત સહિત છ ગુના આચર્યાની કબૂલાત
બિસ્કિટમાં ઘેનની ટીકડીની પેસ્ટ બનાવી ક્રીમમાં નાખી ખવડાવી બેભાન કરતો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટથી બસમાં બેસી મુસાફરને ઘેની બિસ્કિટ ખવડાવી લૂંટી લેતા ડાકોરના શખસને ક્રાઇમ બ્રાન્ચએ દબોચી લઈ છ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે જેમાં સુરતના બે વેપારી અને રાજકોટના એક પ્રૌઢને નિશાન બનાવી કુલ રૂૂ.5.14 લાખ ખંખેરી લીધાં હતાં જે બનાવ અંગે સુરતમાં કામરેજ ચાર રસ્તા નજીક રાધા કૃષ્ણ રોડ પર રહેતાં હરસુખભાઇ મેઘજીભાઈ સાવલીયા ઉ.54એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સુરતમાં ઠંડાપીણાની એજન્સી ધરાવે છે. ગઈ 6 તારીખે કામરેજથી પ્રભાત ટ્રાવેલ્સમાં ડબ્બલના સોફામાં જેતપુર સાસરાના ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તેમની સાથે સોફામાં અન્ય એક અજાણ્યો માણસ બેસેલ હતો તેને પોતાનુ નામ મહેન્દ્રસિંહ ચુડાસમાં આપેલ અને વેફર તથા બીસ્કીટ ખવડાવેલ ત્યાર બાદ હું સૂઈ ગયો હતો.
- Advertisement -
બીજા દિવસે ભાનમાં આવતા જેતપુર ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો મે જોયુ તો ગળામાં પહેરેલ રૂૂદ્રાક્ષની માળા, હાથની વીંટીઓ અને રોકડ રકમ સહિત 1.79 લાખની મતા ચોરી થઈ ગઈ હોય ફરિયાદ નોંધાવી હતી જ્યારે રાજકોટના કોઠારીયા રોડ પર પંચનાથ સોસાયટીમાં રહેતાં રણછોડભાઈ અરજણભાઈ દેસાઈ ઉ.50એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે સુરતના કામરેજ રહેતાં મિત્ર નરેશભાઇ હરસોરાના મકાનનું વાસ્તુ ગઇ તા.16/08/2023 નાં હોય જે પ્રસંગે હાજરી આપવા ગઈ તા.-15/ 08/2023 નાં રાત્રીનાં ગ્રીનલેન્ડ ચોકડીએથી સુરત જતી લક્ઝરી સ્લીપર બસમાં ડ્રાયવર સાઇડની પહેલી શીટના ડબલના ઉપરના શોફામાં બેસેલ અને મારી પાછળ તુરંત જ એક અજાણ્યો શખ્સ હાથમા કાળા કલરનો થેલો હતો તે માણસએ નાસ્તો કરવાની સલાહ આપી ક્રિમવાળુ બીસ્ટીક ખાવા માટે આપેલ જેથી તેમને ના પાડેલ છતાં તેને વધારે આગ્રહ કરતા તેણે આપેલ બિસ્કીટ લઇ ખાઈ લેતા અચાનક ઘેન ચડવા લાગેલ અને ઉંઘી ગયેલ હતાં જે બાદ ભાનમાં આવ્યો ત્યારે રાજકોટની વિદ્યાનગર રોડ ઉપર આવેલ દવાખાનામાં સારવાર હેઠળ હતાં.
નાનાભાઈને પુછતા વાત કરેલ કે, તમારો ફોન બંધ હોય અને ગઈ તા.18/08/2023 નાં રાત્રીના ફોન કરતા તમારો ફોન કોઇ પોલીસવાળાએ ઉપાડેલ અને તમે ત્યારે કતારગામ વડલા સ્ટેંડ સુરત લક્ઝરી બસનાં પાર્કીંગમાં બાકડા ઉપર સુતા હતાં અને પોલીસવાળાએ અમને કહેલ કે, આ ભાઈ અહીં બાકડા ઉપર પડેલ છે તો તમે આવીને અહીંથી લઈ જાઓ જેથી મોટાભાઇને ફોન કરતાં તમને તેના ઘરે લઈ ગયેલ અને બાદમાં તમને રાજકોટ લાવેલ હતાં અજાણ્યા શખસએ બે સોનાની વિંટીઓ, ગળામાં પહેરેલ સોનાનો ચેઈન અને ખીસ્સામાં રહેલ રોકડા રૂૂ.35 હજાર મળી કુલ રૂૂ.1.65 લાખનો મુદામાલની ચોરી કરી નાસી છૂટ્યો હતો આ ઉપરાંત સુરતમાં રેલ્વે સ્ટેશન મેઈન રોડ પર રહેતાં વિજયભાઇ કિશોરભાઈ હંસલીયા (ઉ.વ.48) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ફરસાણની દુકાન ચલાવી વેપાર કરે છે અને ગઈ તા.09-12- 2023 ના તેઓ સુરતથી રાજકોટ તરફ ટ્રાવેલ્સમાં આવતાં હતાં ત્યારે તેમની સાથે સોફામાં બેસેલો અજાણ્યાં શખ્સે તેમને ઘેની ઔષધિ વાળું બિસ્કીટ ખવડાવી બેભાન કરી તેમને પહેરેલ સોનાનો ચેઇન, એક વિંટી અને મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂૂ.1.70 લાખની ચોરી કરી નાસી છૂટ્યો હતો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે બાતમી આધારે આ ગુનાને અંજામ આપનાર ડાકોરના મહેન્દ્રસિહ ઘનુભા ચુડાસમાણએ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચી લીધો હતો. રાજકોટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલએ આ અંગે માહિતી આપતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ શખસએ દોઢ વર્ષમાં 15 જેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તેમજ છ ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં રાજકોટ શહેરમાં બે, ગ્રામ્યમાં એક, સુરતમાં અને ભુજમાં નોંધાયા છે નાગરિકોને વિનંતી કરતાં કહ્યું હતું કે મુસાફરી દરમિયાન કોઈપણ અજાણી વ્યક્તિ કઈપણ ખાવાનું આપે તો ન લેવું જોઈએ અગાઉ પણ આ શખસ પકડાઈ ચૂક્યો છે વડોદરા જેલમાં સજા ભોગવી ચૂક્યો છે.