એક નવા સર્વેમાં એવું બહાર આવ્યું છે કે શાકાહારી લોકો નોન-વેજ ખાનારા કરતા વધુ સારી સેક્સ લાઇફ ધરાવે છે. આ સર્વે યુકેમાં એક લગ્નેતર એક્સ્ટ્રામેરિટલ વેબસાઇટ દ્વારા કરવામાં આવ્યો હતો.  આ ખાસ સર્વે 500 શાકાહારી અને 500 માંસાહારી લોકો પર કરવામાં આવ્યો હતો.

સર્વેમાં સામે આવ્યું છે કે 57 ટકા શાકાહારી લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા 3થી 4 વાર સેક્સ માણતા હોય છે, જ્યારે 49 ટકા માંસાહારી લોકો અઠવાડિયામાં એક કે બે વાર સેક્સ કરે છે. એટલું જ નહીં, સર્વે મુજબ, શાકાહારી લોકો માંસાહારી લોકો કરતાં વધુ ગંદી વાતોનો આનંદ માણે છે. 

સર્વેક્ષણમાં 84 ટકા શાકાહારીઓ તેમના જાતીય જીવનથી સંતુષ્ટ હતા, જ્યારે માત્ર 59 ટકા માંસાહારી તેમના ભાગીદારોથી ખુશ હતા. સર્વેના પરિણામોએ બતાવ્યું છે કે શાકાહારી લોકો વધુ વસ્તુઓ ખાય છે જે મેથીના પાન, વરિયાળી અને જિનસેંગ જેવી જાતીય ઇચ્છાને વધારે છે. તેથી, તેઓમાં જાતીય ઉત્તેજના વધુ છે.  આ ઉપરાંત, ઘણી બધી શાકભાજીઓ છે જે કુદરતી રીતે જાતીય ઇચ્છામાં વધારો કરે છે. લીલા અને પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન સી, પોલિફેનોલ અને બીટા કેરોટિન ભરપૂર માત્રામાં હોય છે. આ બધી બાબતો સેક્સ ડ્રાઇવને વધારે છે.