શહેરની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ઓળખાતી સિવિલ હોસ્પિટલમાંથી ચોરીનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાંથી ધાતુની વસ્તુઓ ગુમ થવાની ઘટનાઓ સામે આવી રહી હતી. શનિવારે વહેલી સવારે એક શખ્સ હોસ્પિટલના એક બાથરૂમમાં ઘૂસી નળ ખોલી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે ગાર્ડ પેટ્રોલીંગ પર હતો અને શંકાસ્પદ હલચલ જોઈ તેણે તરત કાર્યવાહી કરી. ચોરને જ પકડી લઈ હોસ્પિટલના અધિકારીઓને જાણ કરવામાં આવી.તત્કાલ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસએ શખ્સને કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટ સિવિલ હૉસ્પિટલમાંથી નળની ચોરી કરતાં ચોરને સિક્યુરિટી ગાર્ડે પકડી પાડયો

Follow US
Find US on Social Medias