દીપિકા પાદૂકોણ અને રણવીર સિંઘને લઇને વિવિધ ખબરો આવી રહી છે કે બંને વચ્ચેનાં સંબંધ સારાં નથી ચાલી રહ્યાં. એક ટ્વીટર યૂઝરે આ માહિતી જાહેર કરી ત્યારે ફેન્સે પૂછ્યું કે આ કઇ રીતે શક્ય છે?

પબ્લિકની સૌથી ગમતી જોડી, દીપિકા અને રણવીર લોકોને કપલ ગોલ્સ આપે છે. સોશિયલ મીડિયા પર તો આ બંનેના પ્રેમના કિસ્સાઓ લોકો ખૂબ ઇન્ટેરેસ્ટ લઇ વાંચે છે. થોડાં જ સમય પહેલા દીપિકાની તબિયત ખરાબ થઇ હતી. તેને મુંબઇ સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કરી દેવાયુ હતું. આ દરમિયાન ટ્વીટર યૂઝર ઉમૈર સંધૂએ ‘બ્રેકિંગ’ ખબર તરીકે જણાવતાં કહ્યું કે રણવીર સિંઘ અને દીપિકાની વચ્ચે કઇ બરોબર ચાલી રહ્યું નથી.. જેના પછીથી જ દીપિકાની તબિયત લથડી હતી.

ઉમૈરની ટ્વીટે ઉડાડી અફવાઓ
ઉમૈર સિંધૂ પોતાને ક્રિકેટર કહે છે અને તેણે દીપિકા અને રણવીર વિષયક બ્રેકિંગ ન્યૂઝ આપતી ટ્વીટ કરી. આ ટ્વીટે તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી. લોકો દ્વારા અનેક સવાલો ઊઠવા માંડ્યા અને વધુને વધુ અફવાઓ ફેલાવા માંડી. એક તરફ જ્યારે આ જોડાંનાં પ્રેમનાં કિસ્સાઓની ચર્ચા બંધ ન થતી હોય ત્યારે બીજી તરફ 4 વર્ષના લગ્ન જીવન બાદ તેમના અલગ થવાની અફવા ફેલાવા લાગી. બંને એક્ટર્સના ફેન્સ માટે આ ઝટકો હતો.

ઉમૈર પર ભડકી પબ્લિક
ઉમૈરની આ ટ્વીટ જોઇને પબ્લિક રોષે ભડકી ઊઠી છે. લોકો કમેન્ટ્સમાં ઉમૈર પર પ્રશ્નો ઊઠાવી રહ્યાં છે. એક યૂઝરે તો લખ્યું કે તમારી કટરીનાનાં પ્રેગ્નેન્ટ હોવાની ન્યૂઝ પણ ખોટી હતી. મને તમારી આ ન્યૂઝને વાંચીને પણ ડાઉટ થઇ રહ્યો છે. તો બીજા એક યૂઝરે તો ઉમૈરને ફેક જણાવ્યો. તો ત્રીજા એક યૂઝરે લખ્યું કે બંને વચ્ચેના સંબંધો બગડી શકે નહીં. બંને એકબીજાને ડીઝર્વ કરે છે. જે રીતે આ બંને એવોર્ડ ફંકશન અને પાર્ટીમાં સ્પોટ થાય છે..તેમને જોઇને માત્ર કપલ ગોલ્સ દેખાય છે.

રણવીરે ગેરસમજ કરી દૂર
જોકે રણવીર કે દિપીકા તરફથી કોઇપણ પ્રકારની કમેંટ કરવામાં આવી નથી અને ન કોઇ પોસ્ટ શેર કરવામાં આવી છે. પરંતુ રણવીર એક ઇવેન્ટનો હિસ્સો બન્યા હતાં જ્યાં તેણે દીપિકા સાથેની પોતાની બોન્ડીંગની વાત કરી. તેમણે કહ્યું કે મારા મનમાં દીપિકા માટે ઘણું માન છે . મેં મારી પર્સનલ લાઇફમાં દીપિકા પાસેથી ઘણું શિખ્યું છે. તમારા બધાં માટે એક મોટો સરપ્રાઇઝ છે. તમે થોડાં જ સમયમાં અમને મોટી સ્ક્રીન પર એકસાથે જોઇ શકશો. અમે 2012માં મળ્યાં અને 2022માં અમને 10 વર્ષ પૂરાં થયાં અને આ વર્ષ મારાં અને દીપિકાનો વર્ષ રહેવાનો છે.