દેશના ફેમસ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવને અમિતાભ બચ્ચનની મિમિક્રીથી મોટી ઓળખ મળી. બિગ-બી પણ રાજુના મોટા ફેન રહ્યા છે.

થોડા દિવસો પહેલા ફેમસ કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. હાર્ટ એટેકના કારણે હાસ્ય કલાકાર રાજુએ અકાળે દુનિયાને અલવિદા કહી ગયા છે. રાજુ શ્રીવાસ્તવે 42 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડત લડી અને 21 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ કોમેડિયનના પરિવાર સાથે ઉભા હતા. પરિવારે આમાંથી એક અભિનેતાનો આભાર વ્યક્ત કર્યો છે.

રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા શ્રીવાસ્તવે આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવા બદલ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો આભાર માનતા સોશિયલ મીડિયા પર એક ઈમેશનલ નોટ લખી.

http://

અમિતાભની મિમિક્રીથી રાજૂ શ્રીવાસ્તવને મળ્યું ફેમ
દેશના સૌથી પ્રિય કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવને અમિતાભ બચ્ચનની મિમિક્રીથી ખૂબ લોકપ્રિયતા અને ઓળખ મળી. બિગ-બી પણ રાજુના મોટા ફેન રહ્યા છે. રાજુની અંતિમ ક્ષણોમાં બિગ બીએ એક ઓડિયો મોકલ્યો હતો. જેને સાંભળીને કોમેડિયને પણ રિએક્ટ કર્યું હતું.

આ બધાની વચ્ચે હવે રાજુની પુત્રી અંતરા શ્રીવાસ્તવે કોમેડિયનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. આમાં રાજુ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચન સાથે જોવા મળી રહ્યા છે. બીજો ફોટો અમિતાભ બચ્ચનના બ્લોગનો છે. જેમાં તેમણે રાજુના મૃત્યુ અને મિત્રને ગુમાવવા વિશે લખ્યું હતું.

http://

અંતરાની આ નોટ વાંચી આંખોમાં આવી જશે આંસુ
ફોટો શેર કરતા અંતરાએ લખ્યું, “હું શ્રી અમિતાભ બચ્ચન અંકલનો આ મુશ્કેલ સમયમાં દરરોજ અમને સાથ આપવા માટે આભાર માનવા માંગુ છું. તમારી પ્રાર્થનાઓએ અમને ખૂબ શક્તિ અને ટેકો આપ્યો છે, જેને અમે હંમેશા યાદ રાખીશું. તમે મારા પિતા માટે આઈડલ છો, પ્રેરણા પ્રેમ અને માર્ગદર્શક છો. જ્યારથી મારા પિતાએ તમને મોટા પડદા પર જોયા છે ત્યારથી તમે તેમની સાથે છો.”

“તેઓ તમને માત્ર ઓનસ્ક્રીન જ નહીં પરંતુ ઓફસ્ક્રીન પર પણ ફોલો કરે છે.’ અંતરાએ આગળ લખ્યું, ‘તેણે તમારો નંબર પોતાના ફોનમાં ‘ગુરુ જી’ના નામે સેવ કર્યો હતો. તમે પાપાની અંદર વસેલા હતા. તમે મોકલેલા ઓડિયો પર તેમનું એક્શન કરવું એ વાતનો પુરાવો છે કે તમે તેમના માટે શું હતા. મારી માતા, ભાઈ આયુષ્માન, મારો આખો પરિવાર, હું અંતરા તમારા ખૂબ ખૂબ આભારી છીએ. તેને સમગ્ર વિશ્વમાં જે પ્રેમ અને પ્રશંસા મળી છે તે તમારા કારણે છે. આભાર.”