67,768 જેટલી અરજીમાં લોકોએ ફેસલેસ સેવાનો લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા વર્ષ 2023 દરમ્યાન લાઇસન્સને લગતી કુલ 1,24,279 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. અને 67,768 જેટલી અરજીમાં લોકો એ ફેસલેસ સેવાનો લાભ લીધો છે. ફેસલેસ સેવામાં સૌથી વધુ નિકાલ કરેલી અરજી મા લાઇસન્સ રિનુઅલની – 31686,સરનામું બદલવું – 8,351, ડુપ્લીકેટ લાઇસન્સ – 2797, લાઇસન્સ બદલવું – 1432, નામ બદલવું – 2114, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ – 1208, એલ એલ અને એ. ઈ. ડી. એલ ( એડિશનલ એન્ડોરસમેન્ટ ઈન ડ્રાઇવિંગ લાઇસન્સ) 12281,ઉપરાંત અન્ય અરજીઓનો રાજકોટ આર ટી ઓ કચેરીની મુલાકાત લીધા વગર ઘરે બેઠા લાઇસન્સ મેળવ્યા હતા.
આમ રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા લાઇસન્સને લગતી કુલ 1,24,279 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. છજ્ઞિં અધિકારી ખપેડ અને તેની ટીમ દ્વારા અત્યંત સુંદર અને પ્રોત્સાહક કામગીરી કરવામાં આવી હતી.
RTO કચેરી દ્વારા વર્ષ 2023માં કુલ 1,10,282 જેટલાં વાહન રજિસ્ટર થયાં
- Advertisement -
100728 નોન ટ્રાન્સપોર્ટ અને 9554 જેટલાં ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો નોંધાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન કુલ 110282 જેટલાં વાહનો રેજીસ્ટ્રેશન થયાં હતા.
જેમાં 100728 જેટલાં નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના અને 9554 જેટલાં ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો નોંધાયા હતા.2023માં સૌથી વધુ નોંધાયેલા વાહનોમાં મોટરસાયકલ 66,203, મોટર કાર 23,100, અગ્રિક્લચર ટ્રેક્ટર 4,358, મોપેડ 6,111,એડેપ્ટેડ વાહન 123 ગૂડ્સ વાહન 3898, થ્રી વ્હીલર 3342, બસ 197, એમ્બ્યુલન્સ 45 વગેરે જેવા વિવિધ કેટેગરીમાં વાહનોની નોંધણી થઇ હતી.
આમ વર્ષ દરમ્યાન 7,633 જેટલાં ઇલેક્ટ્રિક વાહનોની પણ નોંધણી થઇ હતી.