નવી શિક્ષણ નીતિ હેઠળ વેલ્યુએડેડ કોર્સમાં ટ્રાફિક એજ્યુકેશન ઉમેરાશે, ટ્રાફિક પોલીસ અને RTO અધિકારી બનશે ફેકલ્ટી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર પોલીસ દ્વારા 14 જાન્યુઆરી, 2024થી 14 ફેબ્રુઆરી, 2024 સુધી ટ્રાફિક અવેરનેસ માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ રાજકોટ શહેર પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ વેલ્યુએડેડ કોર્સમાં ટ્રાફિક એજ્યુકેશન કોર્સ ઉમેરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલ 5 જિલ્લાની 280 કોલેજના વિદ્યાર્થીઓને કોર્સ ઓફર કરવામાં આવશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ અને સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા આજ રોજ એક ખઘઞ સાઈન કરવામાં આવ્યો છે,જેમાં રાજકોટ ટ્રાફિક પોલીસના વિવિધ આયામો અમારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે અને બીજા અને ચોથા સેમેસ્ટરમાં નવી શિક્ષા નીતિ હેઠળ વેલ્યુએડેડ કોર્સમાં સમાવેશ કરવામાં આવે એ બાબતે કરવામાં આવેલ છે.ટ્રાફિકની સમસ્યા ખૂબ જટિલ બનતી જઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 5 જિલ્લામાં ફેલાયેલી છે, માટે આ પાંચેય જિલ્લાના વિદ્યાર્થીઓ આ વિષય ભણશે. આનાથી ફાયદો એ થશે કે, વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમોનું સિંચન થશે અને તેઓ જાતે નિયમોનું પાલન કરી બ્રાન્ડએમ્બેસેડર બનશે.વધુમાં તેમને જણાવ્યું હતું કે, જયારે જયારે ટ્રાફિક પોલીસની ભરતી આવે અથવા રોડ સેફ્ટી અંગે કોઈ વાત આવે તો વિદ્યાર્થીઓમાં એક નવી તકો ઉભી થશે, જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓ જાતે આ અભ્યાસક્રમ ભણશે તો ટ્રાફિક સમસ્યા નિવારવા મદદરૂપ બનશે. આ માટે ખૂબ જ ઝડપથી સિલેબસ પણ તૈયાર કરવામાં આવશે અને આવતી ટર્મથી અમે તેને સિલેબસમાંલેવાના છીએ.રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચે ખઘગ થયાછે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વેલ્યુએડેડ કોર્સમાં ટ્રાફિક એજ્યુકેશન કોર્સ ઉમેરી યુનિવર્સિટી સંલગ્ન ર80 કોલેજમાં વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. સિલેબસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિઝાઈન કરવામાં આવશે જેમાં ટ્રાફિક પોલીસ સહાયરૂપ બનશે. જરૂર પડ્યે ટ્રાફિક પોલીસ અને છઝઘના અધિકારીઓ તેમાં ફેકલ્ટી તરીકે પણ કામ કરશે. વધુને વધુ વિદ્યાર્થીઓ આ કોર્સને ઓફર કરે એવી આશા રાખીએ છીએ. વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનો અભ્યાસ કરશે તો આગામી સમયમાં દિવસે-દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવામાં ઉપયોગી થશે.