By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 day ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    8 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 day ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    1 day ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    9 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લુપ્ત થતી વનસ્પતિને બચાવવા રાજેશ બારૈયા ચલાવે છે ‘બીજ પોસ્ટ અભિયાન’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લુપ્ત થતી વનસ્પતિને બચાવવા રાજેશ બારૈયા ચલાવે છે ‘બીજ પોસ્ટ અભિયાન’
રાજકોટ

લુપ્ત થતી વનસ્પતિને બચાવવા રાજેશ બારૈયા ચલાવે છે ‘બીજ પોસ્ટ અભિયાન’

Khaskhabar Editor
Last updated: 2025/06/28 at 5:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

બીજ બેન્ક દ્વારા 7 વર્ષમાં 20 હજારથી વધુ લોકોને વિનામૂલ્યે બીજ વિતરણ

આ વર્ષે જૂન મહિનામાં જ 1000થી વધુ લોકોને લુપ્ત થતી વનસ્પતિના અનેક બીજ પોસ્ટ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

લુપ્ત થતી વનસ્પતિઓને બચાવવા અને તેના વિસ્તાર માટે 35 વર્ષીય યુવક રાજેશ બારૈયાએ ‘બીજ પોસ્ટ’ અભિયાન છેડ્યું છે. આ માટે રાજેશે વર્ષ 2019માં 25મી જૂનથી વિનામૂલ્યે બીજ વિતરણ કરતી ‘વંદે વસુંધરા બીજ બેન્ક’ શરૂ કરી છે. રાજેશ મેટોડામાં એક કંપનીમાં સેફ્ટી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તે લોધિકાના બાલસર ગામ પાસે માત્ર વન બેડરૂમ, હોલ, કીચનના નાનકડા ફ્લેટમાં ભાડાના મકાનમાંથી પરિવાર સાથે ‘પ્રકૃતિ જતનનું મહાઅભિયાન’ ચલાવી રહ્યો છે. આ કામમાં પત્ની ધનીબહેન, સાત વર્ષની દીકરી નિધિ તથા પાંચ વર્ષનો દીકરો દેવ પણ મદદ કરે છે.
આ બીજબેન્કમાં હાલ 300 પ્રકારના બીજ છે. જેમાંથી 200 પ્રકારના બીજનું વિનામૂલ્યે વિતરણ કરે છે. સીતાફળ, વાંસ, અપરાજિતા, ટીમરૂ, ખેર, જીવંતી ડોડી, કાળી ડોડી, કૈલાસપતિ, કાળો ધતૂરો, અરલુ (ટેટુ-ભાગ્યે જ જોવા મળતી શિંગ), રૂખડો, નોળવેલ, વર્ષાડોડી સહિત અનેક પ્રકારના બીજ તેની પાસે મોજૂદ છે. ‘વંદે વસુંધરા બીજ બેન્ક’ ફેસબુક પેજ, વોટસ્એપ (94272 49401) કે ‘વનવાસી કવિ’ એફ.બી.-ઈન્સ્ટાગ્રામ પર કોઈ રાજેશનો સંપર્ક કરે, એટલે તે તુરંત બીજનું કવર મોકલી આપે છે.

રાજેશના જણાવ્યા પ્રમાણે, એક કવરમાં આઠ-દસ પ્રકારના કુલ મળીને નાના-મોટા 50-70-80 જેટલા બીજ હોય છે. આ વર્ષે જૂન માસના 25 દિવસમાં જ તે 1080 લોકોને બીજના કવર મોકલી ચૂક્યો છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝનના ચાર મહિના તે બીજનું વિતરણ કરે છે. આ સિઝનમાં આશરે 4000 લોકોને બીજ વિતરણ કરવાનો તેનો લક્ષ્યાંક છે. આ વર્ષે તેણે 300 લોકોને જીવંતી ડોડીના બીજનું વિતરણ કર્યું છે. અત્યાર સુધીમાં તે રાજ્યની 550 જેટલી શાળા-કોલેજોમાં વિનામૂલ્યે કુરિયરનો ચાર્જ લીધા વિના વિવિધ બીજના કવર મોકલી ચૂક્યો છે. રાજેશ ફુરસતના સમયમાં વિવિધ વિસ્તારોમાં જઈને લુપ્ત થતી જતી વનસ્પતિઓના ફળ-શિંગ-બીજ શોધતો રહે છે. જરૂર પડ્યે તે આવા બીજ બહારથી ખરીદી લાવીને સંવર્ધન કરીને તૈયાર કરે છે. ઘરે પત્ની આ બધા ફળ-શિંગ સૂકવીને બીજ તૈયાર કરે છે. ઉપલેટામાં રહેતા મહેશભાઈને કેટલીક દુર્લભ વનસ્પતિઓના બીજની જરૂર હતી. જે તેમને મળતા નહોતા. તેમના ધ્યાનમાં રાજકોટની ‘વંદે વસુંધરા બીજ બેન્ક’નો નંબર આવ્યો. મહેશભાઈએ વોટ્સએપથી સંપર્ક કરીને બીજની જરૂરિયાત જણાવી. બે દિવસમાં જ તેમને જોઈતી દુર્લભ વનસ્પતિઓના બીજ કૂરિયર દ્વારા ઘરે બેઠા મળી ગયા. તેમને માત્ર કૂરિયરનો સામાન્ય ચાર્જ ચૂકવવો પડ્યો. દુર્લભ બીજ તો વિનામૂલ્યે જ મળ્યા! મહેશભાઈ તો ઉદાહરણ છે, પણ ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ફૌજીથી લઈને, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યોના 20 હજારથી વધુ લોકો છેલ્લા સાત વર્ષમાં ‘વંદે વસુંધરા બીજ બેન્ક’ થકી દુર્લભ વનસ્પતિઓના બીજ વિનામૂલ્યે ઘરે બેઠા મેળવીને વનસ્પતિઓનું સંવર્ધન કરી રહ્યા છે. અને આ દુર્લભ કાર્ય શક્ય અને સરળ બન્યું છે રાજકોટના લોધિકા તાલુકામાં રહેતા એક યુવક રાજેશ બારૈયાના પરિશ્રમ અને પર્યાવરણ પ્રેમ દ્વારા.

બીજ બેંક શરૂ કરવાનો વિચાર આવ્યો
કેવી રીતે આ બેન્ક શરૂ કરવાનો વિચાર આવ્યો તે અંગે રાજેશ કહે છે કે, અગાઉ તે મેગેઝીન્સ-ન્યૂઝપેપરમાં પર્યાવરણ વિશે કવિતા-લેખો લખતો. છતાં લોકોમાં પૂરતી જાગૃતિ ના હોય એવું લાગતું. તેણે જોયું કે વનવિભાગ, નર્સરીઓ રોપા ઉછેરીને લોકોને આપે છે, પછી લોકો આ રોપાને વાવીને વૃક્ષો ઉગાડે છે. તેને એવું પણ ધ્યાનમાં આવ્યું કે, લુપ્ત થતી વનસ્પતિઓના છોડ, રોપા બીજ સરળતાથી મળતા નથી. આથી તેણે દુર્લભ વનસ્પતિઓના બીજ ભેગા કરીને લોકોને વિનામૂલ્યે મોકલવાના શરૂ કર્યા. છેલ્લા ત્રણ વર્ષથી રાજેશે લોકોની માગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નાના પાયે ઔષધીઓનું નિર્માણ પણ શરૂ કર્યું છે.
બોરડાના ઉધવાનંદ આશ્રમમાંથી મળ્યું જ્ઞાન અને પ્રેરણા
રાજેશના જણાવ્યા પ્રમાણે, તે મૂળ ભાવગનરના તળાજા પાસેના બોરડા ગામનો વતની છે. માતા-પિતા ખેતમજૂરી કરતા હોવાથી સ્થળાંતરિત થતા રહેતા. તેનો અભ્યાસ બગડે નહીં તે માટે બોરડાના ઉધવાનંદ બાપુના આશ્રમમાં રહેતો હતો. રાજેશે આશ્રમમાં રહીને બોટની વિષય સાથે 12 સાયન્સનો અભ્યાસ કર્યો. ઉધવાનંદ બાપુ વનસ્પતિ, બીજ અને ઔષધિઓના સારા જાણકાર હતા. તેમની પાસેથી જ તેને આ બીજ, વનસ્પતિઓનું જ્ઞાન મળ્યું, સાથે પ્રકૃતિના જતનની પ્રેરણા મળી છે.

- Advertisement -

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ

પડધરી-લોધિકા પંથકમાં વીજલાઈન અને ટાવર સામે ખેડૂતોમાં ભારે રોષ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાવનગરમાં જગન્નાથની 40મી રથયાત્રા નિર્વિધ્ન પૂર્ણ
Next Article રોડ પર ખાડા કે ખાડા પર રોડ? મવડી વિસ્તારમાં કોંગ્રેસનો અનોખો વિરોધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?