આજીડેમ ચોકડીથી ભાવનગર રોડ તથા ચુનારાવાડ ચોક વિસ્તારમાં 36 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ મનપાની ફૂડ શાખાએ સોરઠિયાવાડી સર્કલ, હંગામા કૂલ્ફિ પાસે, કોઠારીયા રોડ, પાસે આવેલી દર્શન જીતેન્દ્રભાઈ કરચલીયાની માલિકી પેઢી ‘શ્રી રામેશ્ર્વર બેકર્સ’ ની સ્થળ તપાસ કરવામાં આવી. જેમાં 80 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો.
- Advertisement -
તપાસ દરમિયાન પેઢીના સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલી બેકરી પ્રોડક્ટસ બ્રેડ, પાઉં, ક્રીમ રોલ, બન, નમકીન- સેવ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે ઇંગ્રેડિયન્ટસ, એકપાયરી, યુઝ બાય ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલી ન હોવાનું માલૂમ પડતા વાસી પડતર 80 કિ.ગ્રા. જથ્થો મળી આવ્યો હતો. તેમજ પેકિંગ કરેલી ચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી તેમજ સ્લાઈસ બ્રેડનો નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સેફ્ટી વાન સાથે શહેરના આજીડેમ ચોકડીથી ભાવનગર રોડ તથા ચુનારાવાડ ચોક વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 36 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં 19 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
સિતારામ ડેરી ફાર્મમાંથી શિખંડ, ઘી, માવાના નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ફૂડ વિભાગે મોરબી હાઈવે બ્રિજ નીચે આવેલા સીતારામ ડેરી ફાર્મમાંથી ફ્રૂટ શિખંડ, ઘી અને મીઠા માવાના નમૂના લેવામાં આવ્યા હતા.