ખાસ-ખબર સંવાદદાતા
વંથલીનાં શાપુર ગામમાં શ્રી રામ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ યોજાનારા આ કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. શાપુર ગામને શણગારવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા ગામના દરેક શેરીઓમાંથી વાજતે ગાજતે નિકળી હતી. શ્રી રામનાં જન્મથી લઇ રામ રાજ્ય સુધીનાં થ્રી-ડી થીમ દ્વારા ચિત્રો મુકાયા હતાં. જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના સમસ્ત ગામ સર્વ જ્ઞાતિ સમાજ સાથે મળી મહોત્સવને વધાવ્યો હતો. મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રીરામની પ્રતિમાને હારતોરા કરી શોભાયાત્રાનું સ્વાગત કરાયુ હતું અને શરબતનું વિતરણ કરી કોમી એકતાનો સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે શાપુર ગામના સરપંચ નીતિન ફળદુ સહિતના હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વંથલીનાં શાપુરમાં રામ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
