મારું જૂનાગઢ ગ્રીન જૂનાગઢ અભિયાન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસથી જ મારું જૂનાગઢ ગ્રીન જૂનાગઢ સંકલ્પનો શ્રી ગણેશ કરાયો છે. આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશભાઇ પરસાણાએ જણાવ્યું હતું કે, ખલીલીપુર રોડનું નામાંકરણ સરદાર વલ્લભભભાઇ પટેલ માર્ગ કરાયું હતું. બાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ(ખલીલપુર રોડ) પરના ડિવાઇડર પર 1,000થી વધુ કરેણના વૃક્ષોનું વાવેતર કરાયું હતું.આ તકે કમિશ્નર રાજેશ તન્ના, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતીના ચેરમેન હરેશભાઇ પરસાણા, પુનિતભાઇ શર્મા, યોગીભાઇ પઢિયાર તેમજ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતી રહી હતી. જ્યારે કલીમલ ડેવલપર્સ દ્વારા 500 રોપાનું દાન કરાયું હતું. આ તકે શહેરીજનોને વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરવા જણાવાયું હતું.