અ-1માં 486 છાત્રો આવ્યા: શૂન્ય પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં ઘટાડો થયો
100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યા વધીને 7એ પહોંચી
- Advertisement -
વર્ષ 2020 કરતાં ઉંચુ અને 2019 કરતાં નીચું પરિણામ આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 66.25 ટકા આવ્યું છે. બોર્ડમાં એ-વનમાં 486 છાત્રો આવ્યાં છે. જૂનાગઢ જિલ્લાનું પરિણામ વર્ષ 2020 કરતા ઉંચુ અને વર્ષ 2019 કરતા નીચું પરિણામ આવ્યું છે. તેમજ શુન્ય પરિણામ ધરાવતી શાળામાં ઘટાડો થયો છે. જયારે 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં વધારો થયો છે. જૂનાગઢ જિલ્લાનું બોર્ડનું પરિણામ સારુ આવતા છાત્રો આનંદિત થઇ ગયા છે. ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે. જૂનાગઢ જિલ્લામાં 19823 વિદ્યાર્થીઓ નોંધાયતા હતાં. તે પૈકી 19771 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 13098 છાત્રો પાસ થયા છે. એટલે કે, ધોરણ 10નું 66.25 ટકા પરિણામ આવ્યું છે. જૂનાગઢ જિલ્લાનું વર્ષ 2019નું 70.81 ટકા પરિણામ આવ્યું હતું. વર્ષ 2020માં ઘટી 53.75 ટકા થયું હતું. જોકે ચાલુ વર્ષે 66.25 ટકા પરિણામ આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં એ-વન ગ્રેડમાં 486 છાત્રો આવ્યાં છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2020માં શુન્ય પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 16 હતી. જેમાં ઘટાડો થયો છે. ચાલુ વર્ષે શુન્ય પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 6 થઇ છે. જયારે વર્ષ 2020માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 5 હતી. જેમાં વધારો થયો છે. ચાલુ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 7 થઇ છે. તેમજ 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. વર્ષ 2020માં 30 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 132 હતી,જેમાં 90 શાળા ઘટી 42ની સંખ્યા થઇ છે. જૂનાગઢ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ સારુ આવ્યું છે. પરિણામ સારુ આવતા છાત્રો ખુશ થઇ ગયા છે.
જૂનાગઢનું છેલ્લાં પાંચ વર્ષનું પરિણામ
2016 – 67.25%
2017 – 75.68%
2018 – 78.33%
2019 – 70.81%
2020 – 53.75%
2021 – માસ પ્રમોશન
2022 – 66.25%
- Advertisement -
અ-2માં 1694 છાત્ર
અ-1 – 486
અ-2 – 1694
ઇ-1 – 2821
ઇ-2 – 3475
ઈ-1 – 3137
ઈ-2 – 1382
ઉ – 66
ઊ-1 – 01
દિવરાણાનું સૌથી વધુ અને શાપુરનું સૌથી ઓછું પરિણામ
જૂનાગઢ(ગીરનાર) – 57.99%
જૂનાગઢ(દાતાર) – 63.77%
વિસાવદર – 62.14%
શાપુર(સોરઠ) – 37.87%
ભેંસાણ – 70.78%
રાણપુર – 57.99%
મજેવડી – 69.21%
જૂનાગઢ(જોષીપરા) – 75.12%
જૂનાગઢ (અક્ષરવાડી) – 74.59%
કેશોદ – 59.15%
માણાવદર – 53.21%
માંગરોળ – 62.27%
માળિયા – 58.44%
મેંદરડા – 76.62%
ચોરવાડ – 60.00%
દિવરાણા – 80.17%
ગડુ – 65.66%
લોએજ – 73.75%
સરાડીયા – 74.55%
223 શાળાનું 51થી લઇ 100 ટકા પરિણામ
જૂનાગઢ જિલ્લાની 366 શાળા પૈકી 143 શાળાનું શુન્યથી લઇ 50 ટકા સુધી પરિણામ આવ્યું હતું. જયારે 223 શાળાઓનું 50 ટકાથી લઇ 100 ટકા સુધી પરિણામ આવ્યું છે. જેમાં 71 થી 80 ટકા પરિણામ ધરાવતી શાળાઓ સંખ્યા 66 છે,જે સૌથી વધારે છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 7 છે અને શુન્ય પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 6 છે.