મેનોપોઝના સમયે સ્ત્રીઓના શરીરમાં ઘણીવાર આર્યન અને કેલ્શિયમ ઓછું જોવા મળે છે

પૂજા કગથરા
મેનોપોઝ એ એક કુદરતી જૈવીક પ્રકિયા છે. જે દરેક સ્ત્રીના જીવનમાં લગભગ 40 વર્ષથી 50 વર્ષની ઉંમરે જોવા મળે છે. આ તબક્કા દરમિયાન સ્ત્રીઓના શરીરમાં ઘણા ફેરફાર અનુભવે છે.

આ તબક્કા દરમિયાન સ્ત્રીઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઓછું ઉત્તપન્ન થાય છે. મેનોપોઝના પૂર્વ લક્ષણોમાં અનિયમિત માસિક,યોની શુષ્કતા, મૂડમાં પરિવર્તન, શુષ્ક ત્વચા, વાળ પાતળા થવા અથવા વધારે પડતા ખરવા, ચયાપચયમાં તથા વજનમાં વધારો-ઘટાડો આવા લક્ષણો જોવા મળે છે. મોનોપોઝ સાથે જોડાયેલા પરિબળો અને લક્ષણો બદલી શકાતા નથી. પરંતુ સારું પોષણ ખોરાક મેનોપોઝ દરમિયાન અને પછીની કેટલીક પરિસ્થિતિઓને અટકાવવા અથવા સરળ કરવામાં મદદ કરે છે.
મેનોપોઝના સમયે સ્ત્રીઓના શરીરમાં ઘણીવાર આર્યન અને કેલ્શિયમ ઓછું જોવા મળે છે.
આ દરેક ખોરાક એસ્ટ્રોજનનું પ્રમાણ શરીરમાં જાળવી રાખવા માટે ખુબ મહત્વના છે મેનોપોઝના સમયે તીખા તથા કેફરીનયુક્ત પદાર્થોનું સેવન ઓછું કરવું જોઈએ મેનોપોઝના સમયે સ્ત્રીઓમાં મુદપરિવર્તન ખુબ જોવા મળે છે માટે યોગા કસરતો તથા પોતાને મનગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ. always stay positive chearfull
મેનોપોઝમાં શું રાખશું તકેદારી
1 કેલ્શિયમ થી ભરપૂર ખોરાક: ડેરી ઉત્પાદનોમાં ખુબ મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોઈ છે. દિવસમાં 2 સર્વિંગ જેટલું દૂધ લેવું જોઈએ.આ ઉપરાંત બ્રોકલી, કેળા, ડ્રેગન ફ્રૂટ. જેવા ખોરાકમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. 1200 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ આખા દિવસમાં લેવું હોઈએ.
2 આર્યનથી ભરપૂર ખોરાક: દિવસમાં ઓછામાં ઓછા ત્રણ સર્વિંગ આયર્ન થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. લીલા પાંદળાવાળી ભાજી,ખજૂર,બદામ માં સૌથી વધારે આયર્ન હોઈ છે. 40 થી 50 વર્ષની ઉંમરે 8 મિલીગ્રામ જેટલું આયર્ન આખા દિવસમાં લેવાવું જોઈએ.
3 ફાયબરથી ભરપૂર ખોરાક: તાજા ફાળો,શાકભાજી, મેથી દાણા,પાસ્તા,આમળા, વગેરે જેવા ખોરાકમાં ફાઈબર ખુબ મોટા પ્રમાણમાં ફાઈબર હોઈ છે. 21 ગ્રામ જેટલું ફાઈબર આખા દિવસમાં સ્ત્રીઓએ લેવું જોઈએ.
4 પાણીનું પ્રમાણ વધારે રાખવું: દિવસના 3 લીટર જેટલું પાણી પીવું ખુબ જરૂરી છે.
5 તંદુરસ્ત વજન જાળવો: જો વજન વધારે હોઈ તો ચરબી વાળા ખોરાકનું પ્રમાણ ઓછું કરવું કયારેય અપવાસ કે ભૂખ્યા ન રહેવું. ડાયેટિશિયન અથવા તમારા ડોક્ટર આદર્શ શરીરનું વજન નક્કી કરવામાં મદદ કરી શકે.
ખાંડ તથા મીઠું ખોરાકમાં ઓછા લેવા
મોનોપોઝના સમયે એસ્ટ્રોજન ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. માટે એસ્ટ્રોજનનું સ્તર જળવાઈ રહે એવા ખોરાક લેવા જોઈએ.
ક્ષ અળસીના બીજ ક્ષ તલના બીજ ક્ષ સોયાબીન ક્ષ લસણ
ક્ષ જરદાળુ ક્ષ વળીયારી ક્ષ એલ્ફલ્ફા સ્પ્રાઉટ્સ