પોલિયો રસીથી નપુંસકતા આવે છે તેવો વહેમ હજી પ્રવર્તે છે
2024માં પોલિયોના 74 કેસ નોંધાયા હતા, દૂરના વિસ્તારોમાં નોંધાયેલ કેસો હોઈ શકે : બલુચીસ્તાનમાં 27, ખૈબરપુખ્તુનવામાં 22, સિંધ 23, 1-1 પંજાબ અને પાટનગરમાં
- Advertisement -
2024માં પાકિસ્તાનમાં પોલિયોના 74 કેસ નોંધાયા છે. આ પૈકી 27 બલુચીસ્તાનમાં, ખૈબરપુખ્તાનમાં 22, સિંધ 23, 1-1પંજાબ અને ઇસ્લામાબાદમાં નોંધાયા છે. જ્યારે 2025ના પહેલા જ બે મહિનામાં પોલિયોના ૫ કેસ નોંધાયા છે.
ફેબુ્રઆરીની 2જી તારીખે કવેટામાં સરકારી તંત્ર પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. કારણ કે તેઓએ તેમનાં બાળકોને પોલિયોની રસી આપવા દેવાની ના કહી હતી. આ અંગે જાણવા મળ્યું છે કે, તે ના કહેનારાઓને એવો વહેમ છે કે આ રસીથી નપુંસકતા આવે છે. આથી આસિસ્ટન્ટ કમિશનર મારીયા શા મૌન, વેકિસન આપનારાઓની ટુકડી તથા રક્ષકો સાથે જે માતા-પિતાએ રસી અપાવવાની ના કહી હતી તેવા અન્ય 15 માતા-પિતાને મળ્યા હતા અને તેઓને સમજાવી રસી અપાવી હતી. આમ છતાં પાંચ માતા-પિતા તેવા હતાં કે તેઓ માન્યા જ નહીં તેથી તેમની અટકાયત કરાઇ હતી.
વ્હુ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) જણાવે છે કે પોલિયો ઘણો ચેપી રોગ છે. તેનું વાયરસ શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. એક જ વાહનમાં પાસે પાસે બેઠેલી વ્યક્તિઓમાં પણ પ્રસરી શકે. (જો એકને તે વાયરસ લાગ્યું હોય તો) તે ખોરાક દ્વારા આંતરડામાં પહોંચી શકે તેથી તાવ આવે, થાક લાગે, માથુ દુ:ખે, ઉલ્ટીઓ થાય, હાથ-પગ સજ્જડ બનતા જાય, ડોકના હલન-ચલનમાં મુશ્કેલી પડે. આ ચેપ પાણી અને ખોરાક દ્વારા પણ પ્રસરી શકે. તેની સૌથી વધુ અસર પગ ઉપર થાય છે. તે રોગનો ભોગ મોટે ભાગે બાળકો જ બને છે. આથી ૫-૧૦ ટકાનાં મૃત્યુ પણ થાય છે. કારણ કે લકવાની ફેફસાં ઉપર અસર થાય છે.
- Advertisement -
મુશ્કેલી તે છે કે આ રોગની કોઈ દવા જ નથી. તેથી તે પહેલેથી જ અટકાવવો પડે તેમ છે. તેમાં પાકિસ્તાનમાં માતા-પિતા સહકાર આપતા નથી તે મુશ્કેલી છે તેમ વ્હુ જણાવે છે.