વિદેશી દારૂની 120 બોટલ, રિક્ષા, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
થોરાળા પોલીસ સ્ટેશનમાં જાંબાઝ પોલીસ ઈન્સ્પેક્ટર ભાર્ગવ ઝણકાટની નિયુક્તિ થઈ છે ત્યારથી જ બૂટલેગરો તથા આવારાતત્વોમાં ફફડાટ ફેલાયો છે. પીઆઈના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં અનેક દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડી દારૂના જ જથ્થાનો નાશ કર્યો છે. ત્યારે જન્માષ્ટમીના તહેવાર પહેલા જ ભારતીય બનાવટની 32 હજારની કિંમતનો વિદેશી દારૂની 10 પેટી (120 બોટલ)નો જથ્થો ઝડપી ત્રણ આરોપીને ઝડપી લીધા છે.
પીઆઈ ભાર્ગવ ઝણકાટના રાહબર હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એચ.એન.ગઢવી, સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં હાજર રહી પ્રોહીબીશન તથા જુગારના કેસો શોધી કાઢવા સુચના કરી હતી. જે અનુસંધાને પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ ચાવડા, સંજયભાઇ અલગોતર, જયેશભાઇ રાઠોડને મળેલ સંયુક્ત હકીકત આધારે ચુનારાવાડ શેરી નં- 3, ચુનારાવાડ મે.રોડમાંથી દારૂથી ભરેલી રીક્ષા નિકળવાની હોય તેવી હકીકત મળતા 120 બોટલ વિદેશી દારૂની બોટલ, સીએનજી રીક્ષા અને એક મોબાઈલ સહિત 32 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.