ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે અલગ-અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે. ચાલો જાણીએ આજના પેટ્રોલ-ડીઝલના ભાવ.
નેશનલ ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. એટલે કે લેટેસ્ટ અપડેટ મુજબ આજે એટલે કે 26 નવેમ્બર 2024, મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ ચાલુ છે. ચાલો જાણીએ, આજે મહાનગરોમાં પેટ્રોલની કિંમત શું છે?
- Advertisement -
ક્રૂડ ઓઇલની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડ $73.07 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ $68.97 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે ભારતની વાત કરીએ તો, સરકારી તેલ કંપનીઓએ આજે 26 નવેમ્બર, 2024 ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ
- Advertisement -
આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા પ્રતિ લીટર છે. જયારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.44 રૂપિયા પ્રતિ લીટર છે. તો કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.95 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 100.90 રૂપિયા પ્રતિ લીટર છે.
આજના ડીઝલના ભાવ
આજે નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.67 રૂપિયા પ્રતિ લીટર છે, કોલકાતામાં ડીઝલની કિંમત 91.76 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઈમાં ડીઝલની કિંમત 89.97 રૂપિયા પ્રતિ લીટર છે. તો આજે ચેન્નઈમાં ડીઝલનો ભાવ 92.48 રૂપિયા પ્રતિ લીટર છે.
અહીં જાણો વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવ
વિશાખાપટ્ટનમમાં પેટ્રોલની કિંમત 108.35 રૂપિયા પ્રતિ લીટર
ઇટાનગરમાં પેટ્રોલની કિંમત 103.35 રૂપિયા પ્રતિ લીટર
ડિબ્રુગઢમાં પેટ્રોલની કિંમત 98.98 રૂપિયા પ્રતિ લીટર
દરભંગામાં પેટ્રોલની કિંમત 105.73 રૂપિયા પ્રતિ લીટર
ચંદીગઢમાં પેટ્રોલની કિંમત 94.30 રૂપિયા પ્રતિ લીટર
પણજીમાં પેટ્રોલની કિંમત 96.60 રૂપિયા પ્રતિ લીટર
જૂનાગઢમાં પેટ્રોલનો ભાવ 95.10 રૂપિયા પ્રતિ લિટર
કુરુક્ષેત્રમાં પેટ્રોલની કિંમત 95.33 રૂપિયા પ્રતિ લીટર
કુલ્લુમાં પેટ્રોલની કિંમત 95.03 રૂપિયા પ્રતિ લીટર
ઉધમપુરમાં પેટ્રોલની કિંમત 96.71 રૂપિયા પ્રતિ લીટર
ધનબાદમાં પેટ્રોલની કિંમત 97.77 રૂપિયા પ્રતિ લીટર
કોટ્ટયમમાં પેટ્રોલની કિંમત 105.99 રૂપિયા પ્રતિ લીટર
દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત હોય છે. ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે અલગ-અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
SMS દ્વારા ચેક કરો તમારા શહેરમાં તેલના ભાવ
જણાવી દઈએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અલગ-અલગ હોય છે. ફોન પરથી SMS કરીને પણ દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકાય છે. આ માટે ઇન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો હોય છે.