ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વોર્ડ નં. 1ના લોકપ્રિય અને જાગૃત કોર્પોરેટર હીરેનભાઈ ખીમાણીયાના જનસેવા કાર્યાલય ખાતે 70 વર્ષથી ઉપરના લોકો માટે વયવંદના આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ યોજાયો હતો, જેનો 180થી વધુ લોકોએ લાભ લીધો હતો.
- Advertisement -
આ કેમ્પમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટ ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, પી.ડી.એમ. કોલેજ ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા, વોર્ડ કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અલ્પેશભાઈ મોરઝરીયા, વોર્ડ પ્રભારી કાથડભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, વોર્ડ બક્ષીપંચ પ્રમુખ લલીતભાઈ વાડોલીયા, વોર્ડ મહામંત્રી નાગજીભાઈ વરૂ, રાણાભાઈ ગોજીયા, જયદિપસિંહ જાડેજા, રામભાઈ આહીર, સેજલબેન ચૌધરી, ગૌરવભાઈ મહેતા, કાનાભાઈ ખાણધર તથા વોર્ડના મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા.
આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ અસંખ્ય લોકોએ લીધો હતો. વોર્ડ નં. 1માં પછાત વિસ્તાર વધુ આવે છે તથા ગંભીર પ્રકારની બીમારી આવે છે તથા સામાન્ય લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ગરીબ માણસોએ તમામ પ્રકારની બીમારીમાં અન્ય લોકો પાસે હાથ લાંબો ન કરવો પડે તે માટે સરકાર દ્વારા રૂા. 10 લાખની સહાય આપવામાં આવે છે.