યોગ બાદ હવે ભારત દ્વારા વિશ્ર્વ આયુર્વેદ દિન ઉજવવા પ્રયાસો

23 ઓકટોબરે ધન્વંતરિ જયંતીએ આયુર્વેદ દિન ઉજવવા તૈયારી
 

આયુર્વેદને દુનિયામાં ઓળખ આપવા તૈયારી

ખાસ-ખબર સંવાદદાતા
યોગ દિવસ બાદ હવે આયુષ મંત્રાલયે આયુર્વેદ દિવસને દેશની સાથે સાથે વિદેશમાં પણ મોટ સ્તરે ઉજવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. તેના માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય પોતપોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ દિવસ પોતાની ઓળખ બનાવશે અને તેના માટે અનેક દૂતાવાસી પણ તૈયાર થઈ રહ્યા છે. હાલમાં જ ક્રોએશિયાએ આયુષ મંત્રાલયને પોતાની સહમતી આપી દીધી છે અને આયુર્વેદ દિવસ પર ત્યાં કાર્યક્રમોનું આયોજન થશે. આ જ રીતે અન્ય દેશોમાં પણ આ દિવસ ઉજવવામાં આવશે. દેશમાં ગામડે ગામડે આયુર્વેદને પ્રોત્સાહન આપવાની ગતિવિધિઓ શરૂ કરાઈ રહી છે. આયુર્વેદ આહારના બારામાં લોકોને બતાવવામાં આવી રહ્યું છે. આયુર્વેદ ચિકિત્સા શિબિરો પણ યોજાશે.

જાગૃતિ અભિયાન ચલાવશે
આયુર્વેદ દિવસને સંદેશ લોકો સુધી પહોંચાડવા એસએમએસ, રેડીયો જિંગલ, એફએફ રેડીયો, ટીવી સ્પોટ, એલઈડી ફિલ્મ પ્રિન્સ મીડીયા, મ્યુઝીક ક્ધસર્ટ વગેરેમાં આયુર્વેદ અંતર્ગત અભિયાન ચલાવાશે.

હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન
આયુષ મંત્રાલયે ધન્વંતરી જયંતીને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. આ વખતે 23 ઓકટોબરે આ દિવસ ઉજવવામાં આવશે. 23 ઓકટોબર સુધી ચાલનાર આ કાર્યક્રમ દેશના બધા રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં આયોજીત થશે.

ઔષધી વાળા છોડ લગાવાશે:

લોકોને પોતાના ઘરમાં 4થી5 ઔષધીવાળા છોડ લગાવવા માટે પ્રેરિત કરવામાં આવશે. જેમાં તુલસી, લીમડો, ફૂદીનો વગેરેનો સમાવેશ થાય છે.