એક જ દિવસમાં વિશ્વના ત્રણ મહિલા રેસલરને હરાવ્યા
પ્રથમ મેચ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ગોલ્ડ મેડલ વિજેતા, વિશ્વ ચેમ્પિયન જાપાનની સુઝાકીને અંતિમ 10 સેકન્ડમાં હરાવી, ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેન અને સેમી ફાઇનલમાં ક્યુબન ખેલાડીને 5-0થી હરાવી ગોલ્ડ મેડલ મેચ રમશે : અગર હારશે તો પણ સિલ્વર મેડલ પાક્કો
- Advertisement -
એક સમયે દિલ્હીના રસ્તાઓ પર રેસ્લીંગ ફેડ્રેશનના બ્રીજ ભૂષણ સામે વિરોધ પર ઉતારનાર વિનેશ આજે વિશ્વ ફલક પર ભારતને ગૌરવ અપાવશે. ગઈકાલે ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે ઇતિહાસ રચ્યો. વિનેશ ફોગાટે એક જ દિવસમાં વિશ્વના શ્રેષ્ઠ ત્રણ રેસલરને હરાવી પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે.
હવે ભારતમાં મેડલ નિશ્ચિત છે. વિનેશ મેચ જીતેશે તો ગોલ્ડ અને હારશે તો સિલ્વર મળશે. આ રીતે 50 કી.ગ્રામ રેસલિંગમાં મેડલ જીતનાર વિનેશ ફોગાટ પ્રથમ મહિલા રેસલર બનશે અને અત્યારે પણ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. હવે તે આજે એટલે કે બુધવારે રાત્રે 10 વાગ્યા પછી અમેરિકાની સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સામે ગોલ્ડ મેડલ મેચ રમશે.
સેમિફાઇનલમાં વિનેશ ફોગાટે ક્યુબાની મહિલા કુસ્તીબાજ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવી હતી. વિનેશની પ્રથમ મેચ ખૂબ ચર્ચામાં રહી, તેણીનો સામનો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને વિશ્વ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકી સાથે થયો હતો. વિનેશે સુસાકીને 3-2થી હરાવી.
- Advertisement -
જાપાની ખેલાડી સામે પ્રિ ક્વાર્ટર ફાઇનલ મેચ હતો. જાપાની ખેલાડી 2015 થી ફકત 3 મેચ જ હારી છે અને તે પણ તમામ જાપાની સામે જ. વિનેશ છેલ્લી 15 સેકંડ સુધી 2-0 થી પાછળ હતી અને ત્યારબાદ છેલ્લે 10 સેકન્ડની અંદર જ પછાડ આપી મેચ જીતી. આ સાથે જાપાની ખેલાડી સ્થબ્દ થઈ ગઈ હતી. રેફરી પણ 5 મિનિટ રિવ્યૂ જોવામાં કર્યો અને ત્યારબાદ તમામ પુષ્ટિ કર્યા બાદ વિનેશને વિજેતા જાહેર કરી. સુસાકીએ તેની તમામ 82 આંતરરાષ્ટ્રીય મેચો જીતી હતી. પરંતુ, વિનેશે પોતાની યુક્તિઓથી સુસાકીને હરાવી. સુસાકી કુસ્તીમાં ટેક-ડાઉન દાવપેચમાં નિષ્ણાત છે. સુસાકીએ પણ વિનેશ સામે આ જ ઉપયોગ કર્યો હતો. પરંતુ તેમનું પગલું પાછું વળ્યું કારણ કે વિનેશે પણ લીડ લેવા અને જીતવા માટે સમાન યુક્તિનો ઉપયોગ કર્યો.
ક્વાર્ટર ફાઇનલમાં વિનેશ ફોગાટ 50 કિગ્રા વર્ગની શ્રેણીમાં યુક્રેનની ઓકસાના લિવાચને 7-5થી હરાવ્યું હતું. આ મુકાબલામાં સ્કોર 2-0 હતો. જે બાદ બીજા મુકાબલામાં 7-5થી બરોબરી થઈ ગઈ હતી.
ટોક્યો ઓલિમ્પિક પછી વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ડિપ્રેશનનો ભોગ બની હતી
વિનેશની આ ત્રીજી ઓલિમ્પિક છે. 2016 રિયો ઓલિમ્પિકમાં તે ઈજાના કારણે ક્વાર્ટરની બહાર થઈ ગઈ હતી. 2020 માં, તે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી અને હારી ગઈ. ઓલિમ્પિકમાં પહોંચવાની તેની લડાઈ ઘણા સમય પહેલા શરૂ થઈ ગઈ હતી. 2020 ટોક્યો ઓલિમ્પિક બાદ વિનેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે, અમે ખોટો સિક્કો મોકલ્યો હતો. બાદમાં કુસ્તીબાજો અને બ્રિજ ભૂષણ વચ્ચેની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી.
દરમિયાન પ્રતિબંધથી નારાજ વિનેશ ટોણાને કારણે ડિપ્રેશનમાં જતી રહી હતી. જ્યારે તે મનોવૈજ્ઞાનિક પાસે ગઈ તો તેણે કહ્યું કે જો તું કુસ્તી નહિ છોડે તો તને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.