ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ઠાડચ ગામે રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં પોલીસ દ્વારા 341 નંગ બોટલ 1288 નંગ વિદેશી દારૂના છપટા અને 24 નંગ બિયર સહિત 356170 રૂપિયાનો ટોટલ મુદ્દા માલ જપ્ત કરી ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે હરેશ ઉર્ફે હરી હિંમતભાઈ મકવાણા મહેશ રામજીભાઈ મકવાણા, અરવિંદ અજયભાઈ મકવાણા વિરોધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



