ગેમઝોન સીલ કરાતા 500 જેટલા પરિવારો આર્થિક મુશ્કેલીઓમાં મૂકાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપા તંત્ર દ્વારા શહેરના તમામ ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા હતા ત્યારે આજરોજ શહેરના તમામ ગેમઝોનના માલીકો અને કર્મચારીઓએ ગેમઝોન ફરી શરૂ કરાવવા અંગેની રજૂઆત મ્યુ. કમિશનરને કરવામાં આવી હતી અને બહુમાળી ભવન ચોક ખાતે વિરોધ કર્યો હતો. રાજકોટના તમામ ગેમઝોનના માલીકો અને કર્મચારીઓ દ્વારા ગેમઝોન ફરી શરૂ કરાવવા બાબતે મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે અગ્નિકાંડ બાદ રાજકોટના 10 જેટલા ગેમઝોનને સીલ કરવામાં આવ્યા છે જેના કારણે 500 પરિવારો આર્થિક સંકડામણમાં મૂકાયા છે. મ્યુ. કમિશનરને ગેમઝોન ફરી શરૂ કરાવવા રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો.