શ્રીનાથજીની ઝાંખી, ડાયરો, ડાન્સ સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ સહિત કાર્યક્રમોની વણઝાર: કાલે અનાથ બાળકો તથા વૃદ્ધો દ્વારા મહાઆરતી
રાજકોટ કા રાજા ગણેશ મહોત્સવની વધુ વિગત માટે મધુવન ક્લબના આશિષ વાગડીયા, રાજુ કીકાણી, રાજભા ઝાલા, પુનીત વાગડીયા, જયસિંહ જાડેજા તથા કૌશલ વાગડીયા ખાસ ખબરની મુલાકાતે આવ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન ગણેશનો જન્મ શુક્લ પક્ષમાં ભાદ્રપદ મહિનામાં થયો હતો. ગણેશ ઉત્સવને 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવ્યા બાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને વિદાય આપવામાં આવે છે. ત્યારે મધુવન ક્લબ દ્વારા આયોજિત રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી મેદાન ખાતે સુંદર અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે 7:30 કલાકે મહા આરતી તેમજ રાત્રે 9 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે દર્શનાર્થી ભાવિકો મોટી સંખ્યામાં આ દર્શનનો લાભ લે તેવી આશિષ વાગડીયા, રાજભા ઝાલા, રાજુ કીકાણીએ સૌને અપીલ કરી છે. શ્રીનાથજીની ઝાંખી, ડાયરો, હસાયરો, ડાન્સ કોમ્પીટીશન, જુના-નવા ગીતોની સફર, બ્લડ ડોનેશન કેમ્પ, અમરનાથની ગુફા/ભસ્મ દર્શન વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે પહેલી મહા આરતી રાજકોટની સંસ્થાના અનાથ બાળકો/ વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા તેમજ જાણીતા ઉદ્યાગપતિ ભૂપતભાઇ બોદર, શૈલેષભાઇ પાબારી, અને દિલીપભાઇ પટેલ વગેરે મહાનુભાવો દ્વારા કરવામાં આવશે. મધુવન ક્લબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવને સફળ બનાવવા આશિષ વાગડીયા, રાજુ કીકાણી, રાજભા ઝાલા તથા 100 જેટલા કમિટિ મેમ્બર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.