ગઇકાલે તા.18ના રોજ રાજકોટ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સામાન્ય પ્રાથમિક સુવિધાઓ અને બીજી અન્ય સિક્યુરિટી જેવી ગંભીર બાબતોને લઈને ત્રિકોણબાગ ચોકમાં કેન્દ્રના મંત્રી અને એરપોર્ટ ઓથોરિટીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને યુથ કોંગ્રેસ અને ગજઞઈં દ્વારા માંગ કરવામાં આવી કે યુદ્ધના ધોરણે ત્યાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવે અને ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર હાલ માત્ર ડોમેસ્ટિક હવાઈ સુવિધાઓ ચાલુ હોય અને બાંધકામ કે અન્ય પ્રાથમિક સુવિધાઓ હજી સંપૂર્ણ રીતે તૈયાર થઈ ન હોય તો રાજકોટનું જુનુ એરપોર્ટ જ્યાં પહેલેથી બધી સુવિધાઓ છે તો પ્રવાસીઓને હાલાકી નો સામનો ન કરવો પડે તે હેતુથી તે એરપોર્ટને ડોમેસ્ટિક ચાલુ કરવામાં આવે.