RKC-મોદી સ્કૂલની પઠાણી ઉઘરાણી : શાળા સંચાલકો કે ખંડણીખોર માફિયાઓ?

જે વાલીઓ વર્ષે સંચાલકોને 15 અબજ ફી તરીકે ધરે છે તે જ વાલીઓ પર મેનેજમેન્ટને પાંચિયો ભારનો વિશ્ર્વાસ નથી. શિક્ષણને ભાજી-મૂળા જેવી જણસ બનાવી દીધી છે! રાજકોટમાં લગભગ 450 સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો આવેલી છે. લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરે છે. રાજકોટના વાલીઓ સેલ્ફ ફાયનાન્સ શાળાઓને દર વર્ષે રૂપિયા 15 અબજ ચૂકવે છે. ફી વિશે હજુ હાઇકોર્ટ-સરકારનો સ્પષ્ટ આદેશ નથી છતાં ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાયું.