વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમદાવાદમાં મુખ્યમંત્રીની ઉજવણી
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સિંદૂર વન બનાવવામાં આવ્યું
- Advertisement -
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કર્યું
આજે એટલે કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમદાવાદમાં ઉજવણી કરી હતી. વિગતો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સિંદૂર વન બનાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે વિશ્વ પર્યાવરણના દિવસે સિંદૂર વનની શરૂઆત કરવામાં આવી હતી. અહીં 551 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વિગતો મુજબ સિંદૂર વનમાં સિંદૂરના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આતંકી હુમલામાં મોત થયેલા લોકોના નામે સિંદુર વનમાં વૃક્ષો ઉછેરવામાં આવશે. મહત્વનું છે કે, જળ યાત્રા પહેલા માં ફરી પાણી ભરવામાં આવશે. આ સાથે મિશન ફોર મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવામાં આવ્યા છે.
- Advertisement -
અમદાવાદમાં ચોમાસામાં 40 લાખ વૃક્ષો રોપવાનું પ્લાનીંગ કરાયું છે. દિલ્લી દરવાજાના સમારકામની કામગીરી કરવામાં આવશે. પ્લાસ્ટિક રી સાયકલ કરવા માટે 7 જગ્યાએ પ્લાન મૂકવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આગામી સમયમાં પાર્ટી પ્લોટ, હાલમાં બોટલ ક્રશ મશિન મૂકવામાં આવશે.
ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. મિયાવાકી પદ્ધતિ જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડૉ. અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વન કવચ બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ વન કવચ શહેરી, ઉપ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગ્રીન આવરણ બનાવીને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. આનાથી વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું જતન થાય છે અને ખેડૂતોની રોજગારીમાં પણ વધારો થાય છે. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઊભા કરવાની પહેલ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.