અમદાવાદમાં નોકરી પરથી કાઢી મુકતાં શખ્સે માલિકની બે સગીર પુત્રીને માથામાં પાઈપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી ફરાર
ઘરની અંદરનું દ્રશ્ય જોઈને પિતા હેબતાઈ ગયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદના ઘોડાસરમાં તુષાર કોષ્ટી નામનો શખસ પોતાના પૂર્વ માલિક અભિ કુમારની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ અને અઝખ કાર્ડ લઈને ફરાર થઇ ગયો. આ હુમલામાં બંને દીકરીઓ હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે. ફરિયાદીના મોબાઈલ ઉપર 10 હજાર ઉપડ્યાનો મેસેજ આવતા તેઓ ઘરે પહોંચ્યા અને ઘરનું દ્દશ્ર્ય જોતા જ હેબતાઇ ગયા. ફરિયાદી અભિકુમાર સિદ્ધપરા જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. તેમને દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોષ્ટીને નોકરી ઉપર રાખ્યો હતો. તે ફરિયાદીના ઘરે જ રહેતો હતો. પરંતુ તેને દારૂ પીવાની લત પડતા તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. આરોપીએ બીજે નોકરી શોધી લીધી હતી. પરંતુ આરોપી ફરિયાદીના ઘરે સૂવા આવતો હતો.
ગઈકાલે સવારે ફરિયાદી પોતાની ડેરી પાર્લર ખાતે કામે ગયા હતા અને પોતાનાં ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા 15 વર્ષીય દીકરાને કામ અર્થે ડેરીએ બોલાવ્યો હતો, જ્યારે બે સગીર દીકરી 14 વર્ષની આસ્થા અને 12 વર્ષની સાક્ષી ઘરે હતી. આ દરમિયાન ડેરીએ ફરિયાદીના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે તેમના બેંક એકાઉન્ટમાંથી અઝખ કાર્ડ મારફત 10 હજાર રૂપિયા ઊપડ્યા છે. જોકે ફરિયાદીનું અઝખ કાર્ડ ઘરે હોવાથી તેમને શક જતાં તેઓ ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચતાં જ અંદરનું દૃશ્ર્ય જોઈને તેઓ હેબતાઈ ગયા હતા. તેમની બંને દીકરી લોહીલુહાણ હાલતમાં પડી હતી. જ્યારે બાજુમાં જ લોહીથી રંગાયેલી ધાતુની પાઇપ પડી હતી. ઘરનો સામાન વેરવિખેર હતો અને તિજોરી ખુલ્લી હતી. બંને દીકરીની પૂછપરછ કરતાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે આરોપી તુષાર કોષ્ટી તેમના માથાના ભાગે પાઈપો મારીને તિજોરીમાંથી પૈસા અને અઝખ કાર્ડ લઈ ગયો હતો. ફરિયાદીએ તરત જ પોતાની બંને દીકરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, જ્યાં આસ્થાના માથામાં હેમરેજ અને ફ્રેક્ચર હોવાનું માલૂમ પડ્યું હતું, જ્યારે નાની દીકરી સાક્ષીના કપાળમાં ફ્રેક્ચર માલૂમ પડ્યું હતું.
- Advertisement -
સમગ્ર મામલે ફરિયાદીએ વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુમાં હેબતાઈ ગયેલા ફરિયાદીએ મીડિયા સાથેની વાતચિતમાં રડમસ અવાજમાં જણાવ્યું હતું કે તેની એક દીકરીના માથામાંથી મગજ બહાર નીકળી આવ્યું હતું. તેમની બંને દીકરી ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. આ ઘટના અંગે પોલીસે આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.