અગાઉ લૂંટ, ચોરી સહિત 19 ગુનામાં સંડોવણી : એસઓજીની કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં તહેવાર ટાણે માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે ભાવનગર રોડ ઉપર મનહરપરામાં દરોડો પાડી કુખ્યાત શખ્સને અઢી કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે અગાઉ 19 ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ પાસેથી 31 હજારનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.
રાજકોટમાં એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને પીએસઆઈ વી વી ધ્રાંગુ સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના દિગ્વિજયસિંહ ગોહિલ અને હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમી આધારે ભાવનગર રોડ પરના ફાયર બ્રિગેડની પાછળ મનહરપરા શેરીમાં રહેતાં કુખ્યાત આકાશ ઉર્ફે મરચો હરિભાઈ બાબરીયા ઉ.28ના મકાનમાં દરોડો પાડી ઘરની તલાસી લેતા ઘરમાંથી 2.570 કિલોગ્રામ ગાંજો મળી આવતા પોલીસે ગાંજો, મોબાઈલ અને વજનકાંટો મળી કુલ 31,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આકાશની ધરપકડ કરી હતી પકડાયેલ આકાશ ઉર્ફે મરચો લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે તેના વિરૂધ્ધ અત્યાર સુધીમાં લૂંટ, ચોરી, ચીલઝડપ, એનડીપીએસ સહિતના 19 ગુના નોંધાયેલા છે આ વર્ષમાં જ તેને પ્ર.નગર પોલીસે ગાંજા સાથે ઝડપી લીધો હતો પ્રાથમિક પુછ્તાછમ ચોટીલા પંથકનાં સપ્લાયરનું નામ આપતાં બી ડિવિઝન પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ અર્થે સ્થાનિક પોલીસને કબ્જો
સોંપ્યો છે.



