By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    27 minutes ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    28 minutes ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    30 minutes ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    31 minutes ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    23 minutes ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માત્ર ટાઈટલ ક્લિયરન્સ જ નહીં, 30 વર્ષનો સર્ચ રિપોર્ટ પણ અત્યંત જરૂરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > માત્ર ટાઈટલ ક્લિયરન્સ જ નહીં, 30 વર્ષનો સર્ચ રિપોર્ટ પણ અત્યંત જરૂરી
Author

માત્ર ટાઈટલ ક્લિયરન્સ જ નહીં, 30 વર્ષનો સર્ચ રિપોર્ટ પણ અત્યંત જરૂરી

Khaskhabar Editor
Last updated: 2026/05/02 at 3:45 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
7 Min Read
SHARE

મિલકત ખરીદતા પહેલા ચેતજો! 

‘ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ’ મેળવ્યા બાદ જ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરવો હિતાવહ, વકીલ પાસે છેલ્લા 13થી 30 વર્ષનો ‘બોજા પ્રમાણપત્ર’ તપાસો જેથી મિલકત લોન કે વિવાદમાં ફસાયેલી ન હોય

- Advertisement -

મહાનગરપાલિકા પાસેથી મેળવેલો મંજૂર નકશો અને ‘બિલ્ડિંગ યુઝ પરમિશન’ ખાસ તપાસો, અન્યથા ભવિષ્યમાં કાયદાકીય સમસ્યાઓ અને આર્થિક જોખમ ઉભું થઈ શકે છે.
મિલકત (જમીન, મકાન કે ફ્લેટ) ખરીદવી એ દરેક વ્યક્તિના જીવનનો એક મોટો નિર્ણય હોય છે ગુજરાતમાં મિલકત ખરીદવી એ માત્ર એક આર્થિક રોકાણ નથી, પરંતુ તે કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓની એક લાંબી હારમાળા છે, જેમાં અત્યંત સાવધાની રાખવી અનિવાર્ય છે. જ્યારે તમે તમારી મહેનતની કમાણી કોઈ જમીન, મકાન કે ફ્લેટમાં રોકો છો, ત્યારે માત્ર તેની કિંમત જોવી પૂરતી નથી, પરંતુ તેના માલિકી હક્કો અને મહેસૂલી દસ્તાવેજોની શુદ્ધતા તપાસવી એ પાયાની જરૂરિયાત છે. ટાઈટલ ક્લિયરન્સથી લઈને સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી સુધીના દરેક તબક્કાનું પોતાનું કાયદાકીય મહત્વ છે. આ પ્રક્રિયામાં થતી નાની ભૂલ પણ ભવિષ્યમાં મોટા વિવાદો કે આર્થિક નુકસાન નોતરી શકે છે, તેથી નિયમોનું પાલન અને દસ્તાવેજોની સચોટ ચકાસણી એ સુરક્ષિત રોકાણની ચાવી છે.
મિલકતનાં પાયાના દસ્તાવેજો
(1) કોઈપણ મિલકતની ખરીદીમાં સૌથી મહત્વનું પાસું ’ટાઈટલ ક્લિયરન્સ’ છે. તમારે એ ખાતરી કરવી જોઈએ કે જે વ્યક્તિ મિલકત વેચે છે તે કાયદેસરનો માલિક છે. આ માટે મૂળ વેચાણ દસ્તાવેજ અને અગાઉના તમામ માલિકોના દસ્તાવેજોની સાંકળ તપાસવી જોઈએ. જો મિલકત વારસામાં મળી હોય, તો પેઢીનામું અને તમામ વારસદારોની લેખિત સંમતિ હોવી અનિવાર્ય છે. સબ-રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજો જ કાયદેસર માન્ય ગણાય છે.
(2) જમીન કે પ્લોટના કિસ્સામાં મહેસૂલી કાગળો જેવા કે 7/12 ના ઉતારા, 8-અ નો ઉતારો અને 6-નંબરની હક્ક પત્રકની નોંધો ખૂબ મહત્વની છે. આ દસ્તાવેજો દ્વારા જમીનનું ક્ષેત્રફળ, માલિકનું નામ અને તેના પર અત્યાર સુધી થયેલા તમામ ફેરફારો જાણી શકાય છે. જો તમે રહેણાંક માટે જમીન લેતા હોવ, તો તે બિન-ખેતી (ગઅ) થયેલી હોવી જોઈએ અને તેનો કલેક્ટર કચેરીનો ઓર્ડર અસલ સ્વરૂપમાં તપાસવો જોઈએ. આ રેકોર્ડ્સ તમે ગુજરાત સરકારના ’અક્ષુછજ્ઞછ’ પોર્ટલ પર ઓનલાઇન પણ ચકાસી શકો છો.
(3) મિલકત ખરીદતા પહેલા તે કોઈ લોન કે વિવાદમાં ફસાયેલી નથી તેની ખાતરી કરવી જરૂરી છે. બોજા પ્રમાણપત્ર દ્વારા જાણી શકાય છે કે મિલકત કોઈ બેંકમાં ગીરો છે કે નહીં. વકીલ દ્વારા છેલ્લા 13 થી 30 વર્ષનો સર્ચ રિપોર્ટ તૈયાર કરાવવો જોઈએ. આ ઉપરાંત, સ્થાનિક અખબારોમાં ’જાહેર નોટિસ’ આપવી જોઈએ જેથી જો કોઈનો તૃતીય પક્ષનો હિત કે વાંધો હોય તો તે સમયસર સામે આવી શકે.
(4) તૈયાર મકાન, ફ્લેટ કે દુકાન ખરીદતી વખતે સ્થાનિક સત્તામંડળ (જેમ કે મહાનગર પાલિકા) પાસેથી મેળવેલી ‘રાજા ચિઠ્ઠી’ અને મંજૂર થયેલો નકશો તપાસવો જોઈએ. સૌથી અગત્યનું ’ઇઞ પરમિશન’ છે, જે દર્શાવે છે કે બાંધકામ નિયમો મુજબ થયું છે અને ત્યાં રહેવું સુરક્ષિત છે. ઇઞ પરમિશન વગરની મિલકતમાં રહેવું કે તેમાં રોકાણ કરવું કાયદાકીય મુશ્કેલીઓ નોતરી શકે છે.
(5) મિલકત હસ્તાંતરણ પહેલા ખાતરી કરો કે તેના પર કોઈ સરકારી વેરો બાકી નથી. છેલ્લા ભર્યાની મિલકત વેરાની પહોંચ, ઇલેક્ટ્રિસિટી બિલ અને પાણી વેરાના બિલો વેચનાર પાસેથી મેળવી લેવા જોઈએ. જેથી ભવિષ્યમાં તમારા પર વધારાનો આર્થિક બોજો ન આવે.
(6) મિલકત કયા ઝોનમાં આવે છે તેની જાણકારી ઝોન સર્ટિફિકેટ દ્વારા મેળવવી જોઈએ. દાખલા તરીકે, જો જમીન ગ્રીન ઝોન કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં હોય તો ત્યાં રહેણાંક મકાન બાંધવામાં મુશ્કેલી પડી શકે છે.
મિલકત ખરીદીની કાનૂની પ્રક્રિયા
(1) સૌથી પહેલું પગલું મિલકતની માલિકીની તપાસ કરવાનું છે. કોઈ અનુભવી વકીલ રોકીને છેલ્લા 30 વર્ષનો સર્ચ રિપોર્ટ કઢાવો. આનાથી જાણવા મળશે કે મિલકત પર કોઈ બોજો, લોન, કોર્ટ કેસ કે કૌટુંબિક વિવાદ તો નથી ને?
(2) ટાઈટલ સર્ચ રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી, સ્થાનિક ન્યૂઝપેપરમાં એક જાહેર નોટિસ આપવી જોઈએ. આ નોટિસ દ્વારા લોકોને જણાવવામાં આવે છે કે તમે આ મિલકત ખરીદી રહ્યા છો.
(3) જ્યારે સોદો નક્કી થાય, ત્યારે સો કે પાંચસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ’બાનાખત’ કરવામાં આવે છે. આમાં મિલકતની કુલ કિંમત, આપેલી બાનાની રકમ, બાકીની રકમ ચૂકવવાની સમયમર્યાદા અને શરતો લખવામાં આવે છે. બાનાખત હંમેશા રજીસ્ટર્ડ કરાવવો હિતાવહ છે, જેથી વેચનાર અન્ય કોઈને તે મિલકત વેચી ન શકે.
(4) દસ્તાવેજની તૈયારી માટે વેચનાર અને ખરીદનારના ઙઅગ કાર્ડ અને આધાર કાર્ડ, મિલકતનો જૂનો દસ્તાવેજ, નવીનતમ 7/12, 8-અ ના ઉતારા અથવા પ્રોપર્ટી કાર્ડ, નગરપાલિકા/કોર્પોરેશનનો ટેક્સ ભર્યાની રસીદ, સોસાયટીનું ગઘઈ વગરે તૈયાર રાખો.
(5) સરકાર દ્વારા નક્કી કરાયેલા જંત્રી દર મુજબ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. ગુજરાતમાં હાલમાં પુરુષો માટે 4.9% અને મહિલાઓ માટે ઓછી સ્ટેમ્પ ડ્યુટીનો લાભ મળે છે.
(6) વકીલ કે દસ્તાવેજ લખનાર પાસે ’વેચાણ દસ્તાવેજ’ તૈયાર કરાવો. જેમાં મિલકતનું ચોક્કસ વર્ણન અને ચતુર્સીમા (આજુબાજુ શું આવેલું છે), પેમેન્ટની વિગત (ચેક કે છઝૠજ નંબર સાથે), કબ્જો સોંપવાની તારીખ.
(7) આ સૌથી મહત્વનું સ્ટેપ છે. તમારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને જે-તે વિસ્તારની સબ-રજીસ્ટ્રાર કચેરીમાં જવું પડે છે. ત્યાં ખરીદનાર, વેચનાર અને બે સાક્ષીઓની હાજરીમાં ફોટા પાડીને અને ફિંગરપ્રિન્ટ લઈને દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવે છે.
(8) રજીસ્ટ્રેશન થયાના થોડા દિવસોમાં તમને ઇન્ડેક્સ-2 અને ઓરિજિનલ દસ્તાવેજ મળી જશે. ઇન્ડેક્સ-2 એ દસ્તાવેજ રજીસ્ટર થયો હોવાનો પુરાવો છે.
(9) દસ્તાવેજ થઈ ગયા પછી પ્રક્રિયા પૂરી થતી નથી. તમારે સરકારી રેકોર્ડમાં નામ ચઢાવવું પડે છે, ગામડાની જમીન હોય તો: તલાટી પાસે જઈને 6-નંબરની નોંધ પડાવવી, શહેરી વિસ્તાર હોય તો: નગરપાલિકા કે કોર્પોરેશનમાં ‘નામ ફેરબદલ’ની અરજી કરવી, ઇલેક્ટ્રિક બિલ અને ગેસ કનેક્શનમાં પણ નામ બદલાવી લેવું.
મિલકત ખરીદવાની સમગ્ર પ્રક્રિયા એ માત્ર નાણાંની લેવડ-દેવડ નથી, પરંતુ એક અત્યંત જવાબદારીભર્યું કાયદાકીય કાર્ય છે. ટાઈટલ સર્ચથી લઈને મ્યુટેશન સુધીના દરેક તબક્કે રાખેલી સાવચેતી તમારી મહેનતની મૂડીને સુરક્ષિત રાખે છે.
કાયદાકીય દસ્તાવેજોની યોગ્ય ચકાસણી અને નિષ્ણાત એડવોકેટની સલાહ ભવિષ્યમાં આવનારા સંભવિત વિવાદો અને આર્થિક જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે. જ્યારે તમે તમામ સરકારી નિયમોનું પાલન કરીને અને જરૂરી પેપર્સની ખાતરી કર્યા પછી જ દસ્તાવેજ રજીસ્ટર કરાવો છો, ત્યારે જ તે મિલકત સાચા અર્થમાં તમારી સુરક્ષિત અસ્કયામત બને છે. સુદ્રઢ આયોજન અને કાનૂની જાગૃતિ એ જ સફળ મિલકત ખરીદીનો પાયો છે.

You Might Also Like

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે

કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
Next Article અંતરથી હું ગુજરાતી છું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પત્ની અને પ્રેમીએ કરેલી પતિની હત્યાનો ગુનો નોંધાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
Author

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
મનીષ આચાર્ય

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?